Main Menu

ખાંભાના નાનુડી રોડ ઉપર નાનુડી નદીના પટ્ટમાંથી જુગાર રમતા કુલ ૬ ઇસમોને રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ખાંભાથી નાનુડી તરફ જવાના રસ્‍તે નાનુડી નદીના પટ્ટમાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા-પાના વડે તીન-પત્તી નામનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે નાનુડી નદીના પટ્ટમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) બીલુભા સરદારસિંહ રાઠોડ, ઉં.વ.૫૨, રહે.ખાંભા આશ્રમપરા (૨)
હારૂનભાઇ આદમભાઇ કાબેલીયા, ઉં.વ.૫૧, રહે.ખાંભા, જુનાગામ (૩) અલારખભાઇ મદમદભાઇ બોળાતર, ઉં.વ.૫૦, રહે.ખાંભા, ભગવતીપરા (૪) કામીલ કમરૂદીનભાઇ બોઘરાણી, ઉં.વ.૩૮, રહે.ખાંભા, મેઇન રોડ (૫) ભુપતભાઇ નાથાભાઇ પાટડીયા, ઉં.વ.૪૦, રહે.ખાંભા, લીંબડીપરા તથા (૬) હિંમતભાઇ જીવરાજભાઇ પ્રજાપતિ, ઉં.વ.૫૨, રહે.ખાંભા, આશ્રમપરા વાળાઓ રોકડા રૂ.૧૧,ર૩૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ મળી કુલ રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી ખાંભા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન
મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, ભગવાનભાઇ ભીલ, મનિષભાઇ જોષી, કિશનભાઇ હાડગરડા, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.