Main Menu

સાવરકુંડલા ટાઉનમાં પંજાપરામાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીની રાહબરી નીચે એલ.સી.બી.ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે સાવરકુંડલા ટાઉનમાં પંજાપરા વિસ્‍તારમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતો વિજય રમેશભાઇ ડાભી શીતળા માતાજીના મંદિર પાસે આવેલ નાળામાં ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો
દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં શીતળા માતાજીના મંદિર પાસે આવેલ નાળામાંથી વિજય રમેશભાઇ ડાભી, ઉં.વ.૨૫, રહે.સાવરકુંડલા, પંજાપરા વાળો દેશી પીવાનો દારૂ લીટર ૨૦, કિં.રૂ.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતાં તેના વિરૂધ્‍ધ પ્રોહિબિશન ધારા તળે
ધોરણસર કાર્યવાહી કરી સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ
એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, ભગવાનભાઇ ભીલ, મનિષભાઇ જોષી, કિશનભાઇ હાડગરડા, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.