Main Menu

દામનગર શહેરમાં સમસ્ત વાળંદ જ્ઞાતિ ઋષિવંશી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન યોજાશે

દામનગર સમસ્ત વાળંદ જ્ઞાતિ ઋષીવંશી સમાજ દ્વારા દામનગર ખાતે તા.૧૬-૬-૧૮ ના રોજ સવાર ના ૯ વાગ્યા થી પટેલવાડી દામનગર-લાઠી તાલુકા ના તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવાનો સરસ્વતી સમારોહ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તો બાલમંદિર થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સન્માનવાનો,પ્રોત્સાહિત ઇનામો આપવાનો કાર્યક્રમ સંસ્કૃતિક કાર્યક્રમ ભોજન સમારંભ રાખેલ છે.આ કાર્યક્રમ માં ઋષીવંશી સમાજ ના સ્થાપક શ્રી હેમરાજભાઈ પાડલીયા ગુજરાત ના હોદેદાર અગ્રણીઓ પધારનાર હોય કાર્યક્રમ ની તડામાર તૈયારી ચાલતી હોય સમસ્ત ઋષિવંશી સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.