Main Menu

ખાંભા-ઇંગોરાળા માર્ગ પર અચાનક કાર સળગતા દોડધામ

ખાંભા-ચલાલા રોડ ઉપર બપોરના બે વાગ્‍યા આસપાસ ખાંભા-ઈંગોરાળા વચ્‍ચે ધોમ તાપ કે અગમ્‍ય કારણોસર મારૂતિ ફ્રન્‍ટી કાર નં. પ374 માં આગ લાગતા કારચાલકો ઉતરીને ઘટના સ્‍થળેથી પલાયન થયેલ.સ્‍ટેટ હાઈવે નેવું આસપાસ ઘટના સ્‍થળે ફ્રન્‍ટીકાર સળગતાની ઘટનાની જાણ ભીખુભાઇ બાટાવાળાને થતા તાત્‍કાલીક ખાંભા પોલીસને જાણ કરતા ખાંભા એએસઆઇ ભગીરથસિંહ રાણા ઘટના સ્‍થળે પહોંચતા બળીને ખાક થઇ ગયેલી કાર જોવા મળેલ કાર માલીક ડ્રાઇવર કે કોઇ વ્‍યકિત નજરે ન પડતા કારને રોડની સાઇડમાં રાખેલ.અસહૃા ગરમી અને અતિભંગાર હાલતમાં ચલાલા-ખાંભા રોડ ઉપર અગમ્‍ય કારણોસર આગમાં ખાક થયા સમયે ટ્રાફીક ઓછો હોવાથી અન્‍ય દુર્ઘટના ટળી હતી.