Main Menu

અમરેલી શહેરમાં દુકાનનું શટર ઉંચકાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા
તેના ઉપર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આજરોજ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં અને પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી રાજકમલ ચોકમાં આવેલ મોબાઇલ ફોનની દુકાનો બહાર એક ઇસમ શંકાસ્‍પદ રીતે આંટા-ફેરા મારે છે તેવી ચોક્કસ હકીકત આધારે
મળેલ બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને રાજકમલ ચોક પાસેથી ઝડપી લઇ પ્રાથમિક પુછપરછ દરમ્‍યાન આ ઇસમ શંકાસ્‍પદ જણાતાં તેની સઘન પુછપરછ હાથ ધરતાં તેનું નામ રાહુલ રમેશભાઇ વાઘેલા, ઉં.વ.૨૨, ધંધો.કેટરર્સ, રહે.અમરેલી, રામજી મંદિર પાસે, સરકારવાડા વાળો હોવાનું જાણવા મળેલ. અને તેની પાસે એક ડેલ કંપનીનું લેપટોપ અને સેમસંગ ગુરૂ મોબાઇલ ફોન મળી આવતાં આ લેપટોપ અને મોબાઇલ ફોન અંગે કોઇ બીલ કે આધાર પુરાવો હોય તો રજુ કરવા કહેતાં તે ગલ્‍લાં તલ્‍લાં કરવા લાગેલ અને અને ફર્યુ ફર્યુ બોલતો હોય કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય વધુ પુછપરછ કરતાં પોતે આ લેપટોપ અને મોબાઇલ ફોન આજથી આશરે અઢી માસ પહેલા માર્કેટ યાર્ડ રોડ ઉપર આવેલ એક દુકાનનું શટર ઉંચુ કરી અંદરથી ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપતાં ડેલનું લેપટોપ કિં.રૂ.૩૪,૫૦૦/- તથા સેમસંગ
મોબાઇલ ફોન કિં.રૂ.૧૩૯૦/- મળી કુલ કિં.રૂ.૩૫,૮૯૦/- નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને અમરેલી સીટી પો.સ્‍ટે.માં રજી. થયેલ ફર્સ્‍ટ ગુ.ર.નં.૫૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૫૪૭, ૩૮૦ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય આ ગુન્‍હો ડીટેક્ટ કરવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતાં મેળવેલ છે. આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી, પો.સ.ઇ. શ્રી.કે.ડી.ગોહિલ તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, કિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, ભગવાનભાઇ ભીલ, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી,રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.