Main Menu

ઇ-મેઇલ હેક કરીને ૮૬ લાખ રૂપિયાનુ ચીટીંગ કરનાર હેકર/આરોપીને સુરત ખાતેથી બદોચી લેતી ભાવનગર એસ.ઓ.જી.તથા ઘોઘારોડ પોલીસ

ગત તારીખ ૨૫/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી મહંમદ નઇમ અબ્દુલ સતાર ધોળીયા રહેવાસી શીશુવિહાર સર્કલ પાસે, ભાવનગરવાળાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતાની વેસ્ટન ઇન્ડીયા બોન એન્ડ ફર્ટીલાઇઝર નામની કંપની વિદેશી કંપની ઇટાલીયન ORGANAZOTO નામની કંપની સાથે મૃત પશુના હાડકા, ખરી વિગેરેની ક્રશીંગ તથા વેચાણનો ધંધો કરતા હોય અને કોઇ અજાણ્યા ઇસમે પોતાની કંપનીનુ ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પોતાની કંપની તથા ઇટાલીયન કંપનીના ઇ-મેઇલ આઇ.ડી.ને લગતા મળતા આઇ.ડી. વાળુ ઇ-મેઇલ આઇ.ડી. બનાવી પોતાની તથા ઇટાલીયન કંપની વચ્ચે કોમ્યુનીકેશન રાખી ડોકયુમેન્ટમાં છેડછાડ કરી ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી પોતાની કંપનીના નામનુ પોટુગર્લના લીસ્બન શહેર તથા ગુજરાતના સુરત શહેરમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી જેમાં પોતે ઇટાલીયન કંપનીને મોકલેલ ૧૯૮ મેટ્રીક ટન માલના કુલ ૧,૦૬,૦૮૦ યુરો કરન્સી (ભારતીય રૂપિયામાં આશરે ૮૬ લાખ રૂપિયા થાય) ઉપાડી લીધેલ હોય તેવી ફરીયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૫, ૬૬ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ જે આગળની તપાસ ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી જી.કે.ઇશરાણી નાઓ ચલાવી રહ્યા છે.
ઉપરોક્ત ગુન્હાનો ભેદ શોધી કાઢવા અને ટેકનીકલ રીતે મદદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર નાઓને હુકમ કરતા એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર નાઓએ તમામ ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરી હેકરને ટ્રેક કરવામાં આવેલ અને હેકર સુરત ખાતે હોવાની હકિકત મળી આવેલ જેથી એસ.ઓ.જી. તથા ઘોઘારોડ પોલીસની ટીમ સુરત ખાતે જઇ આજરોજ સંયુકતમાં હેકરની ઓફીસ ખાતે છાપો મારી હેકર/આરોપી અંકીતભાઇ કાન્તીભાઇ વઘાસીયા/ પટેલ ઉ.વ.૨૦ રહે. મુળગામ-હડમતીયા (કૃષ્ણપરા) તા.વીસાવદર જી.જુનાગઢ હાલ-પ્લોટનં-૩૬૧/એ, બ્લોકનં-૧, શ્રીકૃર્પા કો.ઓ. હાઉસીંગ સોસાયટી, નાના વરાછા, સુરત વાળાને ઝડપી પાડી મજકુર આરોપીએ ગુન્હો કરવા ઉપયોગમાં લીધેલ કોમ્પ્યુટર વિગેરે સાધનો કબજે કરવામાં આવેલ છે. સદરહુ ગુન્હામાં વધુ આરોપીઓ હોવાની શકયતા હોય મજકુર આરોપીની આવતીકાલે નામદાર કોર્ટમાં રીમાન્ડની માંગણી કરવામાં આવશે. આમ એસ.ઓ.જી. પોલીસને સાયબર ક્રાઇમનો વણઉકેલ ગુન્હો શોધવામાં સફળતા મળેલ છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જી.કે.ઇશરાણી સાહેબ તથા એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બલવીરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા ઘોઘારોડ પો.સ્ટે.ના હેડ કોન્સ. પ્રાણભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ જાડેજા જોડાયા હતા.