Main Menu

દામનગર જેન તરુણ ક્રિનેશ અજમેરા ની ઉગ્રઆરાધના વર્ષીતપ પારણા શોભાયાત્રા સંગીત સંધ્યા ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે

દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન તરુણ ક્રિનેશ સુરેશભાઈ અજમેરા દ્વારા ૧૩ માસ ૧૩ દિવસ નું ઉગ્રઆરાધના વર્ષીતપ ના  મંગલ પારણા બોટાદ સંપ્રદાય પ્રવચન પ્રભાવક ગુરુદેવશ્રી જયેશચંદ્રજી મ સા યુવા સંત ઉત્સાહી પૂ સુપાશ્રયચંદ્રજી મ સા પૂ સતી રત્નો ના આશીર્વાદે પુર્ણાહુતી આરે પ્રયાણ પ્રસંગે તા૩૧/૫ ગુરુવારે રાત્રે સંગીત સંધ્યા તા૧/૬ ને શુક્રવારે તપસ્વી ક્રિનેશકુમાર ની શોભાયાત્રા દામનગર શહેર ની કુંભનાથ સોસાયટી થી સવાર ના ૮-૦૦ થી પ્રસ્થાન થઈ શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી બપોર ના બાર કલાકે દામનગર દશાશ્રી જેન મહાજન વાડી ખાતે જશે જેન ધર્મ ના ચાર મહત્વ ના પાયા જ્ઞાન દર્શન ચરિત્ર તપ તેમાં કર્મ ખપાવવા નું અમોઘ શસ્ત્ર એવા તપ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન ની તપ સાધના આત્માસાધ કરતા વામવય ના જેન તરુણ ક્રિનેશકુમાર ના પારણા પ્રસંગે ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા અદમ્ય ઉત્સાહ