Main Menu

ચિત્રા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૧૧ ઇસમોને કુલ-૧,૭૫,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ *પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને* મળેલ સંયુક્ત બાતમી આધારે ચિત્રા-સિદસર રોડ, શીતળામાના મંદિર સામેની ગલીમાં બજરંગ બાળક સોસાયટી પાછળ, જેન્તીભાઇ ચૌહાણની વાડી માં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો
(૧) માનુભાઇ ભગવાનભાઇ સોલંકી ઉ.વ.૫૨
(૨) લાલદાસ હસમુખભાઇ લશ્કરી ઉ.વ.૨૭
(૩) પ્રવિણભાઇ પ્રભુદાસ રાઠોડ ઉ.વ.૨૫
(૪) મેઘજીભાઇ ખોડાભાઇ પરમાર ઉ.વ.૪૫
(૫) રાહુલભાઇ ભરતભાઇ રાઠોડ ઉ.વ.૨૧
(૬) સંજયભાઇ ભનુભાઇ જોષી ઉ.વ.૩૩
(૭) હરેશભાઇ ધીરૂભાઇ મકવાણા ઉ.વ.૨૭
(૮) અશોકભાઇ મફાભાઇ પરમાર ઉ.વ.૨૮
(૯) કિશનભાઇ જેસીંગભાઇ સોલંકી ઉ.વ.૨૩
(૧૦) ચેતન રામજીભાઇ કામ્બડ ઉ.વ.૨૩
(૧૧) વિજયભાઇ રાઘવભાઇ પડાયા ઉ.વ.૪૦  રહેવાસી તમામ ભાવનગર
વાળાઓને *રોકડ રૂપિયા ૧,૦૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન-૧૧ તથા મો.સા.-૨ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૧,૭૫,૯૦૦/- ના મુદ્દામાલ* સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા બલવીરસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા