Main Menu

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ

પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ
વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલજી જૈન અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ બેઠકો યોજાઇ હતી. સવારે પ્રદેશના મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક યોજાઇ હતી અને પછી ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ તથા જીલ્લા મહાનગરના પ્રભારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલ જૈને ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે
વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મહામંત્રીશ્રીઓના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠન, વર્તમાન રાજકિય પરિસ્થિતિઓ અને લોકસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા આ પ્રવાસ દરમ્યાન કરવામાં આવી રહી છે. દેશભરમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રીઓ, સંગઠન મહામંત્રીશ્રીઓ અને પ્રમુખ-આગેવાનો આ યોજના અંતર્ગત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે આ અગાઉ સમગ્ર દેશભરમાં ૧૧૦ દિવસનો પ્રવાસ કર્યો હતો અને હવે નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સંગઠનાત્મક પ્રવાસ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના ગુજરાત પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે
પણ આજની આ બેઠક મહત્વપૂર્ણ છે તેમ શ્રી જૈનૈ જણાવ્યું હતું. શ્રી જૈને વધુમાં જણાવ્યુ હતુ કે, કાર્યકર્તા – કાર્યસંસ્કૃતિ અને બુથ કેન્દ્રિત વ્યવસ્થાઓ એ ભાજપાની સફળતાનો આત્મા છે. બુથ કેન્દ્રિત વ્યવસ્થા એ પાર્ટીનો પ્રાણ છે અને આ જીવંત વ્યવસ્થાના આધારે ભાજપાનું સંગઠન વિશ્વમાં સૌથી મજબૂત સંગઠન છે. આ પ્રવાસ દરમ્યાન મુખ્ય વ્યવસ્થાઓ જેવી કે, પાર્ટી કાર્યાલય વ્યવસ્થા, કાર્યાલયનું આધુનિકિકરણ, લાયબ્રેરી વ્યવસ્યા, સોશીયલ મીડિયા વિભાગ તેમજ મીડિયા વિભાગની વ્યવસ્થાઓ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. નમો એપનું ડાઉનલોડ હજુ વધુ પ્રભાવી રીતે વધુમાં વધુ કરાવી શકાય તેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો લાભાર્થીઓ સુધી પહોચાડી શકાય તે માટે સંગઠન અગ્રેસર ભૂમિકા ભજવે તે માટે શ્રી જૈને આહવાન્ કર્યુ હતું. શ્રી જૈને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ફક્ત ભારતના જ નહી પરંતુ સમગ્ર વિશ્વના લોકપ્રિય નેતા છે, તેમની વિકાસલક્ષી કાર્યપધ્ધતિની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહી છે. સમગ્ર વિશ્વ આજે ભારત દેશને એક સન્માનની દ્રષ્ટિએ જોઇ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જેટલી બેઠકો ભાજપાને મળી હતી તેના કરતા પણ વધુ બેઠકો આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપાને મળશે અને ગુજરાત ૨૬માંથી ૨૬ બેઠકો પર કમળ ખીલવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ભેટ આપશે
તેવો સ્પષ્ટ વિશ્વાસ ડૉ. અનીલ જૈને વ્યક્ત કર્યો હતો.