Main Menu

ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી એક સગીર સહિત બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,વડવા નેરામા આવતાં *પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,વડવા નેરા,સીમલા પાન પાસે મોઇનખાન S/O જાહીદભાઇ ઉસ્માનભાઇ પઠાણ તથા તેની સાથે રહેલ સગીર રહે.બંને માઢીયા ફળી, ભાવનગર વાળાઓ પોતાની પાસે શક પડતો ચોરાઉ મુદ્દામાલ રાખેલ છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ સગીર પાસેથી ચાંદીની લંબગોળ આકારની જ્યોર્જ કિંગ એમ્પોરીયમ ૧૦ ગ્રામ સિલ્વર ૯૯૯ લખેલ લગડી-૧ કિ.રૂ.૫૦૦/- તથા લંબચોરસ આકારની કળશ આકૃતિવાળી શ્રીજી લખેલ ૫ ગ્રામની લગડી-૧ કિ.રૂ.૩૦૦/-,તેનાં ખિસ્સામાંથી રૂ.૫૦૦/-ના દરની રદ થયેલ ભારતીય ચલણની નોટો નંગ-૪ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- તથા મોઇનખાન S/O જાહીદભાઇ ઉસ્માનભાઇ પઠાણ ઉ.વ.૧૯ રહે.વડવા, માઢીયા ફળી,બોરડી પાસે, ભાવનગરવાળાના કબ્જામાંથી રૂ.૧૦/-નાં દરની ચલણી નોટો નંગ-૧૦૦ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં વિગતવારનું પંચનામું કરી Cr.P.C. કલમઃ- ૧૦૨ મુજબ પંચનામાની વિગતે શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુર બંનેને Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ બંનેની પુછપરછ કરતાં આજથી આશરે છ એક દિવસ પહેલા શાસ્ત્રીનગર બસ-સ્ટેન્ડની સામે આવેલ એક બંગલા પાસે તેનાં મિત્ર વસીમ ઉર્ફે લંઘાનાં કહેવાથી તેને ઉતારી દીધેલ.જેણે અંદર જઇ ચોરી કરી બહાર આવતાં ત્રણેય જણાં એક્ટીવામાં બેસી વડવા નેરામાં આવેલ.આ વસીમ એક થેલીમાંથી રોકડા રૂપિયા તેમજ ચાંદીના સિક્કા ભરેલ હતાં.તેમાંથી બંનેને બે ચાંદીના સિક્કા તથા રૂ.૧,૦૦૦/-વાપરવા માટે આપેલ  હોવાની કબુલાત કરેલ.

*આ મો.સા. ચોરી અંગે નિલમબાગ પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ હોય.આમ, ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક સગીર સહિત બે ઇસમને ઝડપી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.*

*_આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,કિરીટસિંહ ડોડિયા, ગુલમહંમદભાઇ કોઠારીયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.