Main Menu

ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૯ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભગાતળાવ અંબિકા ભુવનવાળા ખાંચામાં જુગાર રમતા નવ બાજીગરો (૧) જગતભાઇ બીપીનભાઇ મહેતા ઉ.વ.૪૫
(૨) યુનુસભાઇ અબેદભાઇ અમુદી ઉ.વ.૩૯
(૩) જૈનુદીનભાઇ મોહસીનભાઇ કપાસી ઉ.વ.૪૯
(૪) અબ્ઝલભાઇ સતારભાઇ ધોલીયા ઉ.વ.૪૭
(૫) મહેબુબભાઇ સતારભાઇ મંસુરી ઉ.વ.૪૭
(૬) રાજેન્દ્રભાઇ ગોવિંદભાઇ પરમાર ઉ.વ.૬૦
(૭) અબ્દુલકાદર અલીભાઇ યમની ઉ.વ. ૩૯
(૮) યુસુફભાઇ કાદરભાઇ હમદાણી ઉ.વ.૪૨
(૯) કાદરભાઇ ઇસ્માઇલભાઇ પીંજારા ઉ.વ.૬૦ રહેવાસી તમામ ભાવનગર
વાળાઓને રોકડ રૂપિયા ૬૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન-૭ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૬૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા આસી.સબ.ઇન્સ. જી.પી.જાની તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા બલવીરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલવા તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા