Main Menu

ગણતરીની કલાકોમાં ચેન સ્નેચરોને પકડી પાડી નૈત્રની ટીમની મદદથી લુંટનો ભેદ ઉકેલતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ગઇ કાલ તારીખ ૩૦/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી હંસાબેન વા/ઓ અશોકભાઇ લાલજીભાઇ ચૌહાણ રહે. ભાવનગર વાળીએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે પગપાળા ચાલીને સુભાષનગર, શીવાનંદ આશ્રમ ચાલીને જતા હતા અને બેન્ક ઓફ ઇન્ડીયા પાસે પહોચતા તે વખતે એક મો.સા. ઉપર ત્રણ ઇસમો આશરે ૨૦ થી ૨૫ વરસના આવેલા અને જેઓએ મોઢે રૂમાલ તથા માસ્ક પહેરેલ હતા અને તેઓ અમારી નજીક આવી મો.સા. ધીમુ પાડી પોતે ગળામાં પહેરેલ સોનાનો ચેઇન મો.સા.માં વચ્ચે બેઠેલ ઇસમે ખેંચી લઇ જઇ મો.સા. સ્પીડમાં ચલાવીને ભાગી ગયેલ છે તેવી ફરીયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ જે આગળની તપાસ ઘોઘારોડ પો.સ્ટે.ના આસી.સબ ઇન્સ. શ્રી એમ.ડી.દવે નાઓ ચલાવી રહ્યા છે.
ઉપરોક્ત ગુન્હાનો ભેદ શોધી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે સુચના કરેલ હોય જે સુચના અન્વયે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર તથા નૈત્રની ટીમ નાઓએ ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરી ચેઇન સ્નેચરોના સી.સી.ટી.વી. ફુટેજ મેળવીને તપાસ કરતા હતા દરમ્યાન આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યાની સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે ત્રણેય ચેઇન સ્નેચરો મો.સા. નંબર GJ-4-CS-5215 નુ લઇને માલધારી સોસાયટી થી સરદારનગર સર્કલ તરફ લુંટ કરેલ મુદ્દામાલ વેચવા નીકળેલ છે જેથી તુરત સરદારનગર સર્કલ ખાતે વોચમાં રહેતા ઉપરોકત ઇસમો આવતા આરોપી ખુશાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.૨૬ રહેવાસી ભરતનગર, સીંગલીયા રૂમ નંબર ૪૩૮ ભાવનગર વાળા તથા અન્ય બે સગીરોને પકડી પાડી તેઓની પાસેથી લુંટમાં ગયેલ સોનાનો ચેઇન કિ.રૂ.૩૨,૦૦૦/- તથા સ્પલેન્ડર મો.સા.નંબર GJ-4-CS-5215 કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
આમ એસ.ઓ.જી. પોલીસને લુંટનો વણઉકેલ ગુન્હો શોધવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પ્રદીપસિંહ ગોહીલ જોડાયા હતા.