Main Menu

સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ

સુપ્રસિઘ્‍ધ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે અમદાવાદનાં પરિવાર ઘ્‍વારા કેરીનો મનોરથ કરવામાં આવ્‍યો હતો. જેમાં ભગવાન સોમનાથ મહાદેવની મહાપૂજા સમયે કેરીનાં રસનો અભિષેક થાય તે માટે કેરીનો રસ અર્પણ કરવામાં આવેલ હતો. જયારે સાંજે શ્રૃંગારમાં સોમનાથ મહાદેવને કેરીઓથી આભુષિત કરવામાં આવેલ હતા. જે દર્શનનો લાભ લઈ ભગવાન ભોળાનાથનાં ભકતો ધન્‍ય બન્‍યા હતા.