Main Menu

સમગ્ર દેશભરમાં ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા – વિમર્શ કરશે

પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર
ખાતે પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાતી સાહિત્યનું ગૌરવ એવા કવિશ્રી તુષાર શુક્લ અને યુવાનોના આદર્શ એવા આપણા ગુજરાતના યુવા ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ સાથે ‘‘વિશેષ સંપર્ક અભિયાન’’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી, ચર્ચા – વિમર્શ કર્યો હતો. શ્રી વાધાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં ભાજપાના ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ લોકો કે જેઓ સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે, જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી છે તેમને રૂબરૂ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, યોજનાઓ, સિધ્ધિઓ, કાર્યપધ્ધતિ, ભવિષ્યની નવા ભારત વિશેની સંકલ્પના અંગે ચર્ચા- વિચારણા કરવાનું કાર્ય આ વિશેષ સંપર્ક અભિયાનના માધ્યમથી હાથ ધરવામાં આવ્યુ છે.