Main Menu

કાંટા ઉદ્યોગ ને છેલ્લા સાત વર્ષ થી જી.આઈ.ડી.સી ની લોલીપોપ

મુદ્દાની વાત કરીએ તો દેશનો એક માત્ર કાંટા ઉધોગને છેલ્લા 7 વર્ષથી  જી.આઈ.ડી.સી.ના લોલીપોપ સરકાર આપી રહી છે જેના કારણે કાંટા ઉધોગ મૃતપાય અવસ્થામાં આવી ગયો છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા  કાંટા શૅત્રનું હબ ગણાય છે કાંટા ઉધોગને કારણે હજારો કારોગરોને રોજગારી પુરી પાડતા ઉધોગ પર જી.આઈ.ડી.સી.ના લોલીપોપ નું ગ્રહણ લાગી ગયું છે.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ… સાવરકુંડલા એટલે કાંટા ઉધોગ…. દેશભર માં વજન કાંટા માટે એકમાત્ર સાવરકુંડલામાં જ પ્રખ્યાત છે કાંટા ને કારણે 20 હજાર લોકોને રોજગારી મળે છે 300 ઉપરાંતના કાંટાના કારખાનાઓ સાવરકુંડલા માં છે પણ છેલ્લા 7 વર્ષથી દેશના એકમાત્ર કાંટા ઉધોગ પ્રત્યે સરકારની ઉદાસીનતાને કારણે જી.આઈ ડી.સી આપવાનું વચન હજુ વચનનું જ લોલીપોપ રહી ગયું છે જેના કારણે કાંટા ઉધોગ પડી ભાંગ્યો છે જે નાના કાંટાના  કારખાનામાં 20 થી 25 મજૂરો ને રોજગારી મળતા તેવા નાના કાંટા ઉધોગ તો બંધ થવાની અણી પર ઉભા છે અને મજૂરો હેરાન પરેશાન થયા છે ત્યારે 2012 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સવારકુંડલની ચૂંટણી સભામાં આવીને સાવરકુંડલાવાસી ઓને ખુશ કરી દીધા હતા બાદ 2017 ની ચૂંટણી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જી.આઈ.ડી.સી. મંજુર કર્યાની વાત કરી હતી જે હજુ વચન વચન જ રહેતા કાંટા ઉધોગકારો માં નારાજગી છે.