Main Menu

ક્રાકચ ની રાજમાતા સિહણે ૨ સિહબાળ ને જન્મ આપ્યો

[wpdevart_youtube]mx5IzMeOzts[/wpdevart_youtube]

અમરેલી જીલ્લા ના બૃહદ ગીર લીલીયા ક્રાક્ચ વિસ્તાર માં ૧૯૯૯ ની સાલમાં પ્રથમવાર સિંહોએ દેખા દીધી હતી બાદ આ લીલીયાનો ચાંદગઢ થી લઈને શેત્રુજી નદીનો આખો વિસ્તાર છેક ક્રકાચ, ભોરીગડા, થઈને પાલીતાણા સુધી આ વિસ્તારમાં સિંહોનો હાલ દબદબો થઇ ગયો છે ત્યારે ૨૦૦૨ ની સાલથી આ સિંહણ શેત્રુંજી નદી ના માર્ગે ગીર માંથી અહી આવી ચડી હતી અને અહીજ કાયમ માટે ડેરો તંબુ તાણીને સ્થાઈ થઈ હતી ત્યારે હાલ જે ૩૫ થી વધુ સિંહો આ વિસ્તાર માં છે જે તમામ સિંહો આ રાજમાતા ના જ સંતાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ખાસ કરી વાત કરીએ તો અહી ક્રાક્ચ માં આ સિહણ પર દેખરેખ રાખવા ૨૦૧૦ માં આ સિંહણ ને રેડિયો કોલાર પહેરવામાં આવ્યો હતો જેથી આ રાજમાતા સિંહણ ની તમામ ગીતીવીધી પર વનતંત્ર નજર રાખી શકે તો વનવિભાગ પણ આ સિંહણ પણ ધ્યાન આપી રહ્યું હતું જો સ્થાનિકો ની વાત માનીએ તો આ સિહણ કુલ ૮ વાર ગર્ભવતી થઇ ચુકી છે અને હાલ વધુ એક થી બે બચા ને જન્મ આપ્યો છે અને તે પણ ૧૬ થી ૧૭ વર્ષની ઉમરે આ રાજમાતા સિંહણ ગર્ભવતી બનીને ૧ સિંહબાળ સાથે જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણવિદો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.