Main Menu

તળાજાના યુવાને જન્મ દિવસે પાણીનું પરબ ખોલી રાહદારીઓનો કોઠો ટાઢો કર્યો

કેટલાક લોકો પોતાના જન્મ દિવસે હજારો-લાખો રૂપિયા પાણીની જેમ પરિવાર કે મિત્રો સાથે ઉજવણી કરી ખરચી નાખે છે ત્યાર ેતળાજાના આર્થિક રીતે એકદમ સામાન્ય અને કિશોર કનિદૈ લાકિઅ વયથી જ અથાક મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા પંકજ રાઠોડ નામના યુવાને તેમના આજે ૩૨ માં જન્મ દિવસે લોકોને પ્રેરણા આપતું ઉદાહરણ પુરૂ પાડયું હતુ આ  યુવાને  આજે પોતાના જન્મ દિવસે શહેરના જાહેર માર્ગપર અસહય ગરમી વચ્ચે પાણીનું પરબ  ખોલ્યું હતું રાહદારીઓની તરસ છીપાવી હતી. આ યુવાને  ઝુપડપટીંઓના ગરીબ બાળકોને પણ અન્નદાન કર્યુ હતું. જન્મદિવસે પાણીનું પરબ ખોલી જાતે લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ શહેરમાં પ્રથમ વખત અને લોકોને  પ્રેરણા આપતો બની રહ્યો હતો.