Main Menu

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોની ‘’બુદ્ધિજીવી’’ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

આજ રોજ જિલ્લા ભાજપ દ્વારા તા. 2 જૂન 2018 ને શનિવારનાં રોજ સાંજે 4 કલાકે રાજા સ્કુલ ઓફ આર્ટ્સ કમાણી ફોરવર્ડ સ્કુલ, લાઠી રોડ અમરેલી મુકામે ભાવનગર ના પૂર્વ મેયર શ્રી અમોભાઈ શાહ ની અધ્યક્ષતામાં બુદ્ધિજીવી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ ,જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, ઉપપ્રમુખશ્રી મયુરભાઈ હિરપરા, અમરેલી શહેર ભાજપના પ્રમુખશ્રી રાજેશભાઇ કાબરીયા, મહામંત્રીશ્રી રસિકભાઈ પાથર, રેખાબેન માવડીયા, બકુલભાઈ પંડ્યા, મુકુંદભાઈ મહેતા, પ્રબુદ્ધનાગરીકો જેવા કે, વકિલશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ, સી.એ., વેપારીશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, નિવૃત કર્મચારીશ્રીઓ, તેમજ પાર્ટીના વિવિધ સેલ મોરચાના હોદેદારશ્રીઓ, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા.