Main Menu

તુલસીશ્યામમાં ભોળાદાસબાપુની પૂણ્યતિથી ઉજવાઈ

ગીર જંગલમાં બાબરીયાવાડના પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ -શ્યામધામમાં આજે શનિવારે ધર્મોત્સવ યોજાયેલ જેમાં શ્યામ પરિવાર અને યાત્રાળુઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી તુલસીશ્યામ તિર્થધામના મહંત પૂ. ભોળાદાસબાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થતાં તા. ૨ જૂનના રોજ પૂ.દિવંગત મહંતની ચોથી પૂણ્યતિથી ભાવભેર ઉજવાઈ હતી આ પ્રસંગે તેમને પુષ્પાંજલી અર્પી વંદના કરવામાં આવેલ સાથે સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્યામ યુવક મંડળ – વડ ગામ, પ્રતાપભાઈ વરૂ -માજી ધારાસભ્ય, નાગેશ્રી અને ગભરૂભાઈ જેઠુરભાઈ વરૂ- મોટા માણસા દ્વારા શ્યામ સુંદર ભગવાનને થાળ – રાજભોગ ધરાવવામાં આવેલ.આ ધર્મોત્સવમાં ટ્રસ્ટીઓ, શ્યામ પરિવાર તથા ભક્તજનો અને યાત્રાળુઓ બહોળી સંખ્યામાં સામેલ થયા હતા. આ પ્રસંગે સુરજદેવળના મહંત પૂ. શાંતી બાપુ,રૂખડ ભગતની વાવડી મહંત પૂ.બાબભાઈ બાપુ, મમાઈ માતાજી જગ્યાના મહંત  પૂ.લક્ષમણદાસ બાપુ, લંગાળાના અમરદાસબાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં કલાકારો મેરાણ ગઢવી, નાથુદાન ગઢવી સહિતના કલાકારોએ સંતના સંભારણાં સાથે શ્યામ ગુણગાન અને ભોળાદાસબાપુને વંદના કરેલ. સાજીંદામાં હાજી રમકડું અને તેની ટીમએ કલા પીરસેલ તુલસીશ્યામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ વરૂએ સૌ મહેમાનોને આવકારેલ. ટ્રસ્ટી શ્રી ભીમબાપુ બોરીચા -વડ ખાસ ઉપસ્થિત રહેલ. રાજુલા નગરપાલિકા ના ઇન્ચાર્જ પ્રમુખ શ્રી સતુભાઈ ધાખડા,શિક્ષણ સમિતિના ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખો સર્વશ્રી ગૌતમભાઈ વરૂ, હનુભાઈ ધાખડા, જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા, મનુભાઈ વાઝા તથા ખડીયા દરબાર અને બાબરીયાવાડ આગેવાનો , શ્યામ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે ઉપસ્થિત સુરજ દેવળ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ધાંધલનું  તેમજ જૂનાગઢ કરણી સેનાના પ્રમુખ સુરાભાઇ વિકમાળ (રૂપાવટી વાળા) તથા બોટાદ જિલ્લા કરણી સેનાના પ્રમુખ પ્રતાપભાઈ (પાલ્ટી)નું સન્માન કરાયું હતું.  સાજીંદા રાજુભાઇના દિકરીના લગ્ન પ્રસંગે તુલસીશ્યામ ટ્રસ્ટ, પ્રતાપભાઈ એસ.વરૂ, ધીરૂભાઈ ખુમાણ, ગૌતમભાઈ વરૂ અને ભોળાભાઈ વરૂ તરફથી રૂ. ૫૧ હજાર રોકડની ભેટ આ તકે અપાઈ હતી. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા  પ્રતાપભાઈ વરૂ (માજી. ધારાસભ્ય)સહિતના ટ્રસ્ટીઓના માર્ગદર્શન તળે તુલસીશ્યામ ટ્રસ્ટના મેનેજર રણજીત ભાઈ વરૂ અને અશોકભાઈ ગઢવી તથા મંદિરના સ્વયં સેવકોએ જહેમત ઉઠાવેલ.