Main Menu

ભાજપ દ્વારા ચાર વર્ષના સફળ શાસન ની ઉજવણી

ભારતીય જનતા પાર્ટીના દેશમાં ચાર વર્ષના સફળ શાસન અને સુજલામ સુફલામ યોજના ની સફળતાની ઉજવણી કરવા આજે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. પાણી બચાઓ અને સ્વચ્છતા અંગેના શપથ સાથે ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી.કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષના સફળ શાસનની ઉજવણી તેમજ રાજ્યભરમાં સરકારના સુજલામ સુફલામ યોજનાની સફળતાની ઉજવણી ભાવનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં એક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના પ્રારંભે ટાઉનહોલ ખાતે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે – મેયર – શહેર ભાજપ પ્રમુખ – પૂર્વ સાંસદ સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો ટાઉનહોલમાં આવતા હતા ત્યારે તેમનું ઢોલનગારા થી સ્વાગત કરવામાં આવ્યું હતું  જયારે ઉપસ્થિત તમામ કાર્યકરોને જળ બચાઓ તેમજ સ્વચ્છતા અભિયાન અંગેના શપથ લેવરાવ્યા હતા. ત્યારબાદ પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને લોકોમાં જળ બચાઓ અને સ્વચ્છતા અભિયાન ની જાગૃતિ ફેલાય તેના સંદેશ સાથે પદયાત્રા નીકળી હતી.