Main Menu

પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાના સાંસદોની બેઠક યોજાઈ

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ
મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની એક બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ સાંસદ બેઠક અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રભારીશ્રી અને મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મહામંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓ સાથેની બેઠકમાં
વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે. માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળતાના ૪ વર્ષ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓને જનજન સુધી પહોંચાડવાનું આયોજન તથા આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેના સવાલમાં શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ ગ્રાન્ટ ફાળવે છે. જીલ્લા કલેકટર અને વહીવટીતંત્ર દ્ધારા અમલીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેઓશ્રીએ કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, મુદ્દાવિહીન કોંગ્રેસ હવાતીયા મારી રહી છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્ધારા ગઈકાલે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જેલમાં જાય તે અંગેની ટ્‌વિટ કર્યું હતું. આ ઉલ્લેખ રાહુલ ગાંધી જેલમાં જાય તેવુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઈચ્છે છે, તેમ ઈશારો કરે છે.