Main Menu

ભાવનગરમાં ફ્રિજમાં શોર્ટ થતા રસોડામાં આગ લાગી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મકાનના રસોડામાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રસોડામાં રહેલ ઘરવખરી સળગી જવા પામી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં  લીધી હતી. મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી બ્લોક નં. ૬૨૫૧ – ૬૦૬૮માં રહેતા પરાક્રમસિંહ વિક્રમસિંહ જાડેજા  ગઈરાત્રે  અગાશીમાં પરિવાર સાથે સુવા ગયા હતા ત્યારે મોડી રાત્રીના ૧.૨૦ કલાકે રસોડામાં રહેલ ફ્રીઝમાં શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠતા ફ્રીઝ કનિદૈ લાકિઅ સળગતા રસોડામાં રહેલ ગાદલા-ગોદડા, પંખો તથા અન્ય ચીજવસ્તુઓ સળગી જવા પામી અકીલા હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ કનિદૈ લાકિઅ દોડી આવ્યો હતો અને અર્ધી ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવની જાણ થતા આ વિસ્તારના યુવા અગ્રણી આશુતોષ વ્યાસ (પિન્ટુભાઈ) વિગેરે દોડી આવ્યા હતા.