Main Menu

ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો નેશનલ કાઉન્‍સિલ ઓફ કો-ઓપરેટીવ ટ્રેનિંગ અર્થે રવાના

સહકારી ક્ષેત્રે દેશમા મહિલાઓ અગ્રેસર ભૂમીકા ભજવી રહેલ છે જેને કારણે આ પ્રવૃતિ ગામડાઓ સુધી વિસ્‍તરી છે. મહિલા સંગઠન પણ સહકારી મંડળીઓ અને પ્રવૃતિમા સામેલ થઈને સુઝબુજ દ્રારા આગળ વધુ રહી છે. સહકારી ક્ષેત્ર પણ મહિલાઓને આ અંગેની સમજણ અને તાલીમ આપવા તાલીમી કાર્યક્રમો યોજે છે જેમા મહિલાઓ હોશભેર જોડાય છે. કૌશલ્‍ય વિકાસ માટેની મહત્‍વપૂર્ણ તાલીમ એવી એન.સી.સી.ટી.
તાલીમમા ભાગ લેવા ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો રવાના થતા તાલીમ કાર્યક્રમમા મહિલાઓની જાગૃતિ જોવા મળી રહી છે. સહકારી પ્રવૃતિની સફળતા, વિશેષતાઓ, ઉપયોગિતાઓ, સમસ્‍યાઓ, સિઘ્‍ધીઓ વિચારો અને અનુભવો
તાલીમાર્થી બહેનોને જાણવા અંગેની તાલીમ એન.સી.સી.ટી. મહત્‍વપૂર્ણ તાલીમ છે જે તાલીમ મેળવવા સંસ્‍થાના મહિલા આગેવાનો ભાવનાબહેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, રેખાબેન માવદીયા તથા તરૂલતાબહેન વ્‍યાસ વિગરે રવાના થયાનુ અખબારી યાદીમા જણાવાયેલ છે.