Main Menu

એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયો

અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા

દૂધ ઉત્‍પાદન ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતી મંડળીઓ દ્રારા પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ અંતર્ગત આણંદ મૂકામે ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયેલ. પશુ આહાર, પોષણ, ઘાસચારો અને પશુઓની તંદુરસ્‍તીની જાળવણી પ્રત્‍યે જાગૃતિ સાથોસાથ દૂધ ઉત્‍પાદનમા મંડળીઓની પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ દ્રારા મહિલાઓને એવોર્ડથી સન્‍માનિત કરવામા આવેલ સમગ્ર રાજય માથી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમમા અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબહેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમ ટી.કે.પટેલ ઓડીટોરીયમ-આણંદ ખાતે યોજાયેલ હતો.