Main Menu

કુકાવાવમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સફાઈ અભિયાન હાથ ધરાયું

કુકાવાવ મા આજે વિશ્વ પર્યાવરણ દિવસે જીલ્લા વિકાસ અધિકારી ની સાથે અધિકારી પદા અધિકારી કર્મચારી ગામજનો ની હાજરી મા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે ગંદકી વાળા વિસ્તાર મા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ખૂદ જીલ્લા વિકાસ અધિકારી એ સફાઈ કામગીરી જાતે કરી બીજા અધિકારીઓ કર્મચારી પદા અધિકારી અને ગામજનો સાથે જોડાયા હતા અને બસ સટેનડ ની બાજુના વિસ્તાર મા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
અને જીલ્લા વિકાસ અધિકારી નીરગુડે સાહેબે પર્યાવરણ અને સવચછતા અંગે જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પર્યાવરણ પ્રકુતી ની જાળવણી ની જવાબદારી આપણા સૌની છે માટે આવીજ રીતે કાયમ સવછતા સાથે પર્યાવરણ ની રક્ષા કરી એ તેવા સંદેશ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે ગામના આગેવાનો પદા અધિકારી સાથે તાલુકા પંચાયત કચેરી ના કર્મચારી જોડાયા હતા