Main Menu

જસદણ શહેરમા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ત્રિદીનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કૈલાશનગરના વયોવૃદ્ધ સંત શાસ્ત્રીસ્વામી શ્રી ભક્તિજીવનદાસજીના શુભ આશીર્વાદ તેમજ પુરાણી ધર્મવલ્લભદાસજીની
પ્રેરણા થી પુરૂષોત્તમ માસ નિમિતે ત્રિદીનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન ડો.કટેશીયા હોસ્પિટલની બાજુના પ્લોટિંગ ખાતે રાખવામાં આવ્યુ હતુ
અને ભક્તિભાવમાં રસપાન લેવામાટે જસદણ ની જંતાને ભાવ ભર્યું જાહેર આમંત્રણ આપ્વામા આવ્યુ હતુ .જેમા વક્તા તરીકે સુરતના યુવાન વીદવાન સંતો શાસ્ત્રી શ્રી મંગલસ્વામી ,શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વામી, સહિત્ના સંતો મહંતો એ પોતાની મધુરવાણીમાં ભક્તિમય જીવનનું રસપાન કરાવી લોકોમા એક અનોખો ભક્તિ ભાવા જોવા મલ્યો હતો.આ ત્રિદીનાત્મક ભગવત કથામા દરોજ અવનવુ રોજીંદાજીવન ઉપિયોગિ રસ પાન કરાવવામા આવી રહ્યુ છે જેમ કે
1.મારૂ જીવન સુગંધીબને. 2.રામાયણનો જીવન સંદેશ. 3.માય ફેમેલી હેપી ફેમેલી. 4.સત્સંગી દરેક સુખી શા માટે.
જેવા અવનવા સમાજ ઉપયોગી પ્રસંગોનું આબેહૂબ વર્ણ થતા લોકો ભક્તિભાવમા તલીન થય તરબોળ થતા નજરે પડે છે. તેમજ દરેક ધર્મ પ્રેમી જનતાને આ ત્રિદીનાત્મક ભગવત કથાનો લાવો લે તેવો અનુરોધ શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી એ કર્યો હતો જેને જસદણ ની જનતાએ આવકાર્ય માની આ ભગવત કથામા નાનામા નાનો માણસ થી લયને ડોક્ટોરો, વકિલો, સિક્ષકો, વેપરીઓ ઓધ્યોગપતિ., તેમજ મહિલાઓ
સહિતનુ માનવ મેહરામણ બહોળી સખ્યામા ઉમ્ટી પડ્યુ હતુ.