Main Menu

અમરેલી જિલ્લામાં પડેલા વરસાદથી ખેતીના પાકને થયું નુકશાન…જાર, બાજારો, તલ અને વધઘટ વધેલી ડુંગળીના પાકને થયું નુકશાન…જુઓ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી પંથકમાં સતત બે દિવસથી પવનના સુસવાટા સાથે ગાજવીજ થી મેઘરાજાની પધરામણી ગરમીમાં રાહત આપી છે પણ વાવાજોડા સાથેના વરસાદને પગલે ખેતીના પાકને લાંબી નુકશાની જણાઈ રહી છે સાવરકુંડલા પંથકમાં 3 ઇંચ ખબકેલા પવન સાથેના વરસાદ થી સાવરકુંડલા ની આજુબાજુના ગ્રામ્ય પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતોની દશા કફોડી બનવા પામી છે કેરીનો છેલો ફાલ હવે ઉતારવાની અણી  પર જ ખબકેલા ત્રણ ઇંચ વરસાદે ખેડૂતોની મૂળ કમાણી સમાનની કેરીઓ આંબાના જાડ પરથી ખરી પડી છે 120 ઉપરાંતનો આંબાનો બગીચો ધરાવતા ખેડૂતની મહેનતની કમાણી પર છેલ્લે છેલ્લે વરસાદે વિલન બનતા કેરીઓનો નાશ થતા ખેડૂતો પાયમાલ બન્યા તેવી સ્થિતિ નિર્માણ પામી છે.આખું વર્ષ કેરીના પાક પર નિર્ભર ખેડૂતને મોસમના પ્રથમ વરસાદ પહેલા ખબકેલા માવઠા એ નુકશાની માં ધકેલી દીધા છે તો ધારી ગીર પંથકમાં તો કરા સાથે વરસાદ ને પગલે ધારીમાં કેરી પકવતા ખેડૂતો વધુ નુકશાની વેઠશે ત્યારે બાજરો પણ વરસાદ ને કારણે પલળી ગયો છે તો ડુંગળી પણ છેલા ચરણ માં કાઢવાની બાકી હતી તેવા ખેડૂતોને રોવાનો વારો આવશે જ્યારે કાળી મહેનત કરીને 4 વિઘામાં પકવેલા તલ બે દિવસના વરસાદથી કાળા પડી ગયા છે ખેતજણસો વેચાઈ તે પહેલાં વરસાદ અંગે કૃષિ નિષ્ણાત હરેશ બુહા નામના ખેડૂતને પણ તલના પાકને નુકશાન ગયું છે