Main Menu

અમરેલી જીલ્લામાં પ્રથમ વરસાદે પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખોલી…જુઓ વિડીયો

હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં મોસમનો પ્રથમ વરસાદ ત્રણ ઇંચ ખાબકતા સ્થાનિક નાવલી નદીમાં પૂર્ણ પાણી બે કાંઠે વહેતા નદી બજારમાં બેસીને વેપાર કરતા નાના વેપારીઓને ભારે નુકશાની વેઠવી પડી છે ગઈકાલના વરસાદ બાદ 5 કલાક ઉપરાંત વીજળીરાણી ગુલ રહી હતી મુખ્યમંત્રી કાર્યાલય થી તંત્રને ખડેપગે રહેવાના આદેશનો તંત્રના બાબુઓએ ઉલળીયો કર્યો હોય તેમ સ્થાનિકો દ્વારા પૂરના પ્રકોપથી પોતાની મિલકતને થયેલ નુકશાની બાદ જાત મહેનત જીંદાબાદ થકી નાવલી નદી માંથી પોતાનો માલ સમાન કાઢતા સવારથી નજરે પડી રહ્યા છે સ્થાનિક પાલિકાનું જે.સી.બી. નદીના વહેણ માં આવતા ઓવાળો દૂર કરવાની કામગીરી સિવાય કશું કરતી નજરે પડતી ન હતી ત્યારે નાવલી નદીમાં બેસતી શાકમાર્કેટ ની હાલત અતિ દયનીય બનવા પામી છે જેનો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સાવરકુંડલામાં તાજેતર માં બનેલા સી.સી.રોડ તૂટી ને બેહાલ થઈ ગયા છે પ્રથમ પડેલા ત્રણ ઇંચ વરસાદથી સરકાર સાથે પાલિકા તંત્રની ભષ્ટાચારની પોલ 15 દિવસ પહેલા બનેલા સી.સી.રોડ થી પ્રજા સમક્ષ આવી હતી જ્યારે મહુવા રોડ પર આવેલી ગ્રીન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ધબોય નમઃ થઈ ગઈ હતી ઓઇલમિલ ભારે વાવાજોડા ને કારણે જમીન દોસ્ત થઈ ગઈ છે લાખોની નુકશાની ઓઇલમિલ ધારક સહિત નાવલી નદીના કિનારે બેસતા નાના વેપારીઓને નુકશાનીથી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે