Main Menu

ભાવનગરમાં વાહન અથડાવતા જુથ અથડામણઃ તલવાર-ધોકા ઉડયાઃ ૪ ને ઈજા

ભાવનગરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક વાહન અથડાવવા બાબતે બે જુથો વચ્ચે તલવાર-ધોકા વડે મારામારી થતા ચારને ઈજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે. મળતી વિગતો મુજબ  શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક લાલ ટાંકી પાસે એક રીક્ષા અને છકડો અથડાતા બન્ને ચાલકો વચ્ચે બોલાચાલી થતા મામલો બિચકતા બન્ને પક્ષના આઠ  – આઠ શખ્સોએ સામસામો  ધોકા-પાઈપ વડે હુમલો કરતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ સશસ્ત્ર અથડામણમાં ચારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલ  ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. રાવળ  અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે સામસામી  પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમા અજીતસિંહ હનુભા ઝાલા એ હરેશ ભરત કોળી, મનોજ ભોળાભાઈ કોળી તથા આઠ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ જ્યારે હરેશ ભરતભાઈ જેસવાએ  છકડાના ચાલક અને તેની સાથેના સાત અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.