Main Menu

ભાવનગર સીદસર રોડ ઉપર આવેલ શ્રી આલેખ બિલ્ડીંગ માંથી કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં *પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને મળેલ અતિ ગુપ્ત માહિતી મળેલ કે, હિતેશભાઇ રમેશચંદ્દ કારીયા રહે.નવા બે માળીયા,ભરતનગર, ભાવનગરવાળા તેનાં સંબંધીનાં વીંગ-એફ, ત્રીજો માળ,ફલેટ નં.૩૦૪,શ્રી આલેખ બિલ્ડીંગ,લીલા સર્કલ,ભાવનગરવાળાનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.* જે માહિતી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો *ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીત નો તીનપતીનો જુગાર રમતાં રોકડ રૂ.૩,૩૭,૧૦૦/-, ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૪,૦૦૦/- તથા અલગ-અલગ કંપનીની કાર/સ્કુટર નંગ-૪ કિ.રૂ.૯,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.* જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

1.      હિેતેશભાઇ રમેશચંદ્દ કારીયા ઉ.વ.૪૬ રહે.રૂમ નં.૧૫૦૪,બ્લોક નં.૨૬/બી,નવા બે માળીયા, ભરતનગર, ભાવનગર
2.      ગોપાલસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૨૯ રહે.ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક વાળો ખાંચો, તણસા, તા.ઘોઘા જી.ભાવનગર
3.      જેઠાભાઇ નારણભાઇ મેર ઉ.વ.૪૮ રહે.પ્લોટ નં. ૫૪૪૬/સી, શાંતિનગર, કાળીયાબીડ, ભાવનગર
4.      જયેન્દ્દસિંહ જસવંતસિંહ ઝાલા ઉ.વ.૫૬ રહે.પ્લોટ નં.૯૪, શિક્ષક સોસાયટી પાછળ,પ્રેસ કવાટર્સ, ભાવનગર
5.      કનુભાઇ નારણભાઇ પોસાતર ઉ.વ.૩૩ રહે.વાડી વિસ્તાર, તણસા તા.ઘોઘા જી.ભાવનગર

*_આમ,ભાવનગર શહેરમાંથી તીનપતીનો જુગાર રમતાં ઇસમોને કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી. ને સફળતા મળેલ છે._*

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, કિરીટસિંહ ડોડિયા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, જગદેવસિંહ ઝાલા, જીતેન્દ્દસિંહ ઝાલા,વિઠ્ઠલભાઇ બારૈયા,જયેન્દ્દસિંહ રાયજાદા, ભયપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.