Main Menu

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે  આગામી 21 જૂન ના રોજ યોજનારી તાલુકા પંચાયતના અઢી વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ માટે નેસડીના અડધી રાત ના હોંકારા સમાનના પાટીદાર નેતા અશ્વિન ધામેલીયા હોટ ફેવરીટ મનાઈ રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં દિવસ રાત દોડાદોડી કરીને પ્રતાપ દુધાત ને ધારાસભ્ય બનાવવામાં સિંહફાળો આપનાર અશ્વિન ધામેલીયા પર પ્રમુખ પદનો તાજ આવે તેવા સમીકરણો સર્જાય છે ત્યારે અમુક કોંગ્રેસીઓ દ્વારા અશ્વિન ધામેલીયા ને પ્રમુખ પદ ન મળે તેવા પણ કાવાદાવા કરતા હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ બિનવિવાદસ્પદ અને પાટીદાર નેતા અશ્વિન ધામેલીયા પર પ્રમુખ પદનો કાર્યભાર સોંપાઈ તેવા સમીકરણો સાકાર થઈ ગયા છે