Main Menu

દરેકને વ્યાજબી ભાવે સ્વાસ્થ્ય સેવા મળે તે જ લક્ષ્યઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે સતત ત્રીજા દિવસે ” નમો એપ” દ્વારા અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી સરકારી યોજનાઓથી થયેલ લાભના અનુભવો પણ જાણ્યા  હતા. આજે મોદીએ પીએમ જન ઔષધીય લાભાર્થીઓ સાથે વાત-ચીત કરી હતી.  નરેન્દ્રભાઇએ જણાવેલ કે આ પરિયોજનાથી વ્યાજબી ભાવે કાર્ડીયાક સ્ટેન્ટ અને ઘુંટણ  બદલવાનું શકય  બન્યું છે. બિમારીથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો ઉપર ખુબ જ આર્થિક દબાણ રહે છે જેથી સરકાર તરફથી દરેક નાગરીકને કિફાયતી દરે  સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.  તેમણે વધુમાં જણાવેલ કે દરેક સફળતા અને સ્મૃધ્ધીનો આધાર સ્વાસ્થ્ય છે અને  અમે વિશ્વની સૌથી મોટી  સ્વાસ્થ્ય  સેવા ” આયુષમાન ભારત” યોજના લાગુ કરી છે સરકારે હૃદયના સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેનો સીધો લાભ  ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થઇ રહયો છે. સ્વચ્છ ભારત મીશન  સ્વસ્થ્ય  ભારત બનાવવામાં અહ્મ ભુમિકા ભજવી રહયાનું પણ નરેન્દ્રભાઇએ જણાવેલ.