Main Menu

સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ પદ માટે આગામી 14 જૂને થશે ચૂંટણી…ઓ.બી.સી.પ્રમુખ પદ માટે કોંગ્રેસના છે 6 ઉમેદવારો પ્રમુખ ની રેસમાં…ભાજપ સત્તા મેળવવા કોંગ્રેસના સદસ્યોમાં પડાવી શકે છે ભંગાણ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદ ની ચુંટણી આગામી ૧૪ જુને થનારી છે ત્યારે રાજકારણ માં ગરમાવો આવી ગયો છે ૨૦ કોંગ્રેસ અને ૧૬ ભાજપ ના સદસ્યો હોવા છતાં પાલિકા પ્રમુખના પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદનો ફાયદો મેળવવા ભાજપ કાવાદાવા કરીને સત્તા સ્થાને બેસવાના પ્રયત્નો થતા નવાજુની ના એંધાણો સાકાર થઇ રહ્યા છે

              સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પદ માટે આગામી ૧૪ જુનના દિવસે પાલિકા પ્રમુખની ચુંટણી જાહેર થતાજ રાજકારણ ગરમાઈ ગયું છે સાવરકુંડલા નગરપાલિકા માં ગત માર્ચ મહિના માં પાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસના આંતરિક વિખવાદ ને કારણે બજેટ બેઠકનો ઉલાળીયો કોંગી સદસ્યોએ કર્યો હતો બાદ ઘી ના ઠામ માં ઘી પડ્યું હતું પણ ૨૦૧૯ ની ચુંટણી નજીક હોવાથી ભાજપ પણ અંદર ખાને સત્તા મેળવવા કારસા કરી રહય હોવાની વિગતો મળી રહી છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા સ્પષ્ટ બહુમતી ન હોવાની વાતો કરવામાં આવી રહી છે પણ અંદરખાને નારાજ કોંગી સદસ્યો સાથે ગોઠવણ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ મયુર ઠાકરે વિપક્ષમાં બેસવાનો વ્હીપ આપવાનું કહી રહ્યા છે કહી રહ્યા છે હાલ કોંગ્રેસ પાસે પાલિકાની સત્તા છે અઢી વર્ષ માટે આગામી ૧૪ જુને ભાજપ વિપક્ષનો મેન્ડેડ આપશે પણ માર્ચ ૨૦૧૮ ની બજેટ બેઠક વખતે કોંગી નારાજ સદસ્યો ના સંગાથે ભાજપ સત્તા મેળવવાનો લાભ મળી શકે છે ત્યારે હાલના સાવરકુંડલાના કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગ્રેસના મોભીઓ સાથે મંત્રણા કરીને અધીવર્ષ માટે નારાજ કોંગ્રેસ સદસ્યોને મનાવીને ફરી સત્તા કોંગ્રેસ પાસે જ રાખવા ની શાખ દાવ પર લાગી છે ત્યારે અઢી વર્ષ માટે ઓ.બી.સી.પ્રમુખ પદ હોવાથી ઓ.બી.સી. માં કોન્ગ્રસી સદસ્ય એવા પાલિકાના પ્રમુખ પદના ઈચ્છુક દાવેદારો માં હાલના પાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ પાલિકાના પ્રમુખ પદ માટે દાવેદાર છે તો કાઠી દરબાર અશોકભાઈ ખુમાણે પ્રમુખ પદની દાવેદારી કરી છે ભરવાડ સમાજ માંથી બીજલભાઈ બતાડાએ પ્રમુખ પદ માટે ઈચ્છુક છે તો સગર સમાજના ભૂપત ચુડાસમા પણ પ્રમુખ પદની રેસ માં આગળ છે તો કોળી જ્ઞાતિ માં પ્રભુત્વ ધરાવતા વિપુલ ઉનાવા નું નામ પણ આગળ દોડી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ સાથે ધારાસભ્ય દુધાત, ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, મહામંત્રી મહેશભાઈ જ્યાણી દ્વારા કોંગ્રેસ માંથી કોને પ્રમુખ પડે બેસાડીને શહેર નો વધુ વિકાસ કરવાની મંત્રણા ચાલી રહી છે અને મેન્ડેડ પ્રદેશ માંથી જેના નામનો આવે તે પર સર્વસમંતી સધાઈ તેવા પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે પાલિકાના ઉપપ્રમુખ પદે હિતેશ સરૈયા નું નામ આગળ ચાલે છે ત્યારે સ્થાનીક ધારાસભ્ય પ્રતાપ દુધાત ગત બજેટ બેઠક વખતે આંતરિક વિખવાદ ને કારણે એક બજેટ બેઠકનો ઉલાળિયો થયો હતો બાદ બીજી બેઠક ધારાસભ્ય ના પ્રયત્નો થી મામલો થળે પડ્યો હતો પણ પાલિકાના પ્રમુખ પદ માટે હાલ કોંગ્રેસ પાસે સ્પસ્ટ બહુમતી હોવા છતાં કપરા ચડાણ જોવા મળતા ધારસભ્ય દુધાતે પાલિકાના પ્રમુખ અંગે ભાજપ શેખચલીના સપના જોતા હોવાનું જણાવ્યું હતું સાથે ધારાસભ્ય દુધાતે જણાવ્યું હતું કે ગત બજેટ બેઠક માં કોંગી નારાજ સદસ્યો એ બજેટ બેઠકનો ઉલાળિયો કર્યો તેનો ખેદ ધારસભ્ય દુધાતે વ્યકત કર્યો હતો પણ રાજ્યસભા કે કર્ણાટક માં તોડજોડ નું રાજકારણ કરવા ભાજપ કમર કસે છે ભાજપ દ્વારા સત્તા કબજે કરવા મરણીયા બન્યા હોવાનો આક્ષેપ ધારસભ્ય દુધાતે કર્યો હતો અને ૧૪ જુને કોંગ્રેસનું શાશન પાલિકા બેસવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે હાલ પાલિકા પ્રમુખ પદ માટે ભાજપ પણ સત્તા મેળવવા અંદરખાને તખ્તો ગોઠવી રહી છે તો કોંગ્રેસી ધારાસભ્ય દુધાત પણ સત્તા જાળવી રાખવા મક્કમ બન્યા છે ત્યારે અગામી ૧૪ જુને સાવરકુંડલા પાલિકામાં કોણ બેસે તેના પણ સાવરકુંડલા નગરવાસીઓ મીટ માંડી છે….