Main Menu

ભાવનગરના દેવેન શેઠની પર્યાવરણ પ્રવૃત્તિને બિરદાવતા માંડવીયા

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ભાવનગર ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠને તેમની પર્યાવરણીય પ્રવૃતિને બિરદાવવા ખાસ તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી.  દેવેનભાઇ તેમની પર્યાવરણ માટેની અથાગ મહેનત માટે અભિનંદન આપેલ. સરકાર દ્વારા તેમના કામની કદર કરવા બદલ દેવેનભાઇ શેઠએ પણ આભાર વ્યકત કર્યો હતો.  આ મુલાકાત વેળાએ  મનસુખભાઇ માંડવીયા ઉપરાંત સાંસદ ભારતીબેન શીયાળ, મેયર નિમુબેન બાંભણીયા, ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, ભાજપ શહેર મંત્રી મહેશભાઇ  રાવળ, વનરાજસિંહ ગોહિલ તથા રાજુભાઇ માંડવીયા વિગેરે પણ સાથે રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા જ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ગ્રીનસીટી સંસ્થાને મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.