Main Menu

દામનગર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા મળી

દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા ના પ્રમુખ સ્થાને મળી હતી.વાર્ષિક સાધારણ સભા માં પ્રમુખ એ હિસાબો રજુ કરતા જણાવેલ કે વર્ષ ૨૦૧૭-૧૮ માં મંડળી એ ૨૧,૫૦ લાખ નો ચોખ્ખો નફો કરેલ છે.દામનગર અને રાભડા ગામ નું કાર્યક્ષેત્ર ધરાવતી ખેડૂત મંડળી માં ૬૩૪ સભાસદો છે.જેઓ ને ૭૩૦/૭૮ લાખ નું ધિરાણ કરેલ છે જેમાંથી ૯૮/૦૯ ટકા વસુલાત થયેલ છે.મંડળી નું શેર ભંડોળ ૭૫,૪૪ લાખ અનામત ભંડોળ ૩૭,૭૮ લાખ તથા અન્ય ફંડો ૪૮,૬૧ લાખ છે.મંડળી નું અન્ય સંસ્થા ઓ માં ૪૮,૦૫ લાખ ના શેર ધરાવે છે.મંડળી નો ઓડીટ વર્ગ અ આવેલ છે.જે મંડળી ના વહીવટ નું પ્રમાણપત્ર છે.