Main Menu

અમરેલીમાં “પ્‍લાસ્‍ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન” હેઠળ થેલી અપાઈ

સમગ્ર દેશભરમાં હાલ વિશ્‍વ પર્યાવરણ સપ્‍તાહ ઉજવણી અભિયાન ચાલી રહયું છે. જે અંતર્ગત શહેરની લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) તથા ડાયનેમિક ગૃપ અમરેલીના સંયુકત ઉપક્રમે “પ્‍લાસ્‍ટિક હટાવો, પર્યાવરણ બચાવો” ઝુંબેશનો પ્રારંભ વેપારીઓ તથા નગરના લોકોને વિનામૂલ્‍યે કાપડની થેલીનું વિતરણ કરીને કરવામાં આવેલ “પ્‍લાસિટક હટાવો” અભિયાનના શુભારંભ સમારોહમાં અઘ્‍યક્ષ તથા દાતા લાયન્‍સ કલબ ઓફ અમરેલીના પ્રમુખ લા.વસંતભાઈ મોવલીયા તથા પ્રેરક સ્‍થાને ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી, નગરપાલિકાના ચીફ ઓફિસર વસાવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, લાયન્‍સ મેઈનના પ્રમુખ લા.કાંતીભાઈ વઘાસિયા, પટેલ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, ભરતભાઈ ચકસણી, અગ્રણી યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા, લા. રમેશભાઈ કાબરીયા, મુકેશભાઈ કોરાટ, લાયન્‍સ કલબ રોયલ તથા ડાયનેમિક ગૃપના તમામ હોદેદારો, વહીવટીતંત્રના અધિકારીઓ, સભ્‍યઓ વિ.એ પોતાના વરદહસ્‍તે શહેરની શાકમાર્કેટ તથા વેપારીઓ, ગ્રાહકો વિ.ને કપડાની 7000 (સાત હજાર) થેલીનું વિનામૂલ્‍યે વિતરણકરીને લોકો તથા વેપારીઓને પ્‍લાસ્‍ટિકના વપરાશ ન કરવા અપીલ કરીને ઉતમ પ્રેરણા આપી હતી. આ તકે લાયન્‍સ કલબ રોયલના પ્રમુખ લા.વસંતભાઈ મોવલીયાએ લોકોને પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કદીએ ન કરવા અપીલ કરીને રાષ્‍ટ્રીય અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યુ હતું. જયારે ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશ બાવશીએ જણાવ્‍યું હતું કે હાલ ભારતદેશ હવા, પ્‍લાસ્‍ટિક તથ પાણીના પ્રદુષણમાં વિશ્‍વમાં ચોથા સ્‍થાન પર છે. ત્‍યારે જો પર્યાવરણ બાબતે આપણે સૌ જાગૃત ન બનીએ તો વર્ષ ર0રપ સુધીમાં પ્રદુષણનો અતિગંભીર પ્રશ્‍ન બનશે તેવું ન બને તે આશયે અમારા દ્વારા આ અભિયાન ધરાયું છે. ત્‍યારે અમાર અભિયાનના સહભાગીઓનો આભાર