Main Menu

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યુ

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતોના પ્રશ્ને ગુજરાત વિધાન સભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસના આગેવાનો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે સવારે 11 વાગ્યાના સમયે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિની આગેવાની નીચે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ટિકુભાઇ વરૂ, લલીત ઠુમ્મર સહિતના લોકોએ અત્રેના ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.

ત્યારે અમરેલી શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વી.આર.ચૌધરી, પી.એસ.આઈ. બગડા, સહિતના સ્ટાફે કોંગી આગેવાનોને જાહેરમાં રસ્તા રોકો આંદોલન કરવા સબબ અટકાયત કરી અને પોલીસ વાનમાં બેસાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ ગયા બાદ તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે, કે ગત તા.8 ના રોજ ધારાસભ્ય પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, અંબરીષ ડેર તથા જે.વી.કાકડીયાએ અત્રે ધરણા કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે તા.9 ના રોજ સાંજે નગારા, ઝાલર, વગાડી સુતેલી ભા.જ.પ. સરકારને જગાડવા માટેનો કાર્યક્રમ કર્યા બાદ આજે રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.