Main Menu

નાગેશ્રી ગામમાંથી 12 જુગરીઓ ને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન અન્વયે આજ રોજ અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.ને બાતમીરાહે હકિકત મળેલ કે નાગેશ્રી ગામે જશુભાઇ બાપુભાઇ વરૂના રહેણાંક મકાને તીનપતીનો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમાય છે.તે બાતમી આધારે નાગેશ્રી ગામે રેઇડ કરતાં નીચેની વિગતે આરોપીઓ પકડાયેલ છે.

જુગાર રમતાં પકડાયેલ આરોપીઓઃ-

૧) જશુભાઇ બાપુભાઇ વરૂ ઉ.વ. ૪૨ (૨) પુંજાભાઇ નાનજીભાઇ બાંભણીયા ઉ.વ. ૪૦ (૩) ભાણકુભાઇ પીઠાભાઇ વરૂ ઉ.વ. ૪૨ (૪) ગટુભાઇ ભોજભાઇ વરૂ ઉ.વ. ૩૫  (૫) જીલુભાઇ એભલભાઇ વાળા ઉ.વ.૫૫ (૬) ભરતભાઇ મંગાભાઇ ડોડીયા ઉ.વ. ૨૮ (૭) ચાપભાઇ જીવાભાઇ વરૂ ઉ.વ.૬૦ (૮) લાલભાઇ બાવભાઇ પરમાર ઉ.વ. ૧૮ (૯) મનસુખભાઇ રામભાઇ જોગદીયા ઉ.વ.૨૫ (૧૦) જીલુભાઇ આપાભાઇ કાટડીયા ઉ.વ.૫૫ (૧૧) રણછોડભાઇ કાનાભાઇ પરમાર ઉ.વ. ૩૦ (૧૨) પુંજાભાઇ લાખાભાઇ જોગદીયા ઉ.વ. ૫૦ રહે.તમામ નાગેશ્રી તા.જાફરાબાદ જી અમરેલી

જુગારમાં મળેલ મુદામાલઃ-
રોકડા રૂપીયા ૨૩,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૧૦ કિ રૂ ૧૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૪૦૦/- નો મુદામાલ પકડાયેલ છે.

ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. સ્ટાફના પ્રકાશભાઇ જોષી,ભાસ્કરભાઇ નાંદવા તથા સુભાષભાઇ ધોધારી તથા રાહુલભાઇ ચાવડા તથા દશરથસિંહ સરવૈયા તથા  દેવરાજભાઇ કળોતરા તથા પિષુયભાઇ ઠાકર તથા હરેશભાઇ વાણીયા તથા જયસુખભાઇ આસલીયા તથા જેસીંગભાઇ કોચરા વિગેરેનાઓએ કરેલ છે.