Main Menu

ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી, વડિયા, ખાંભા માં ચક્કાજામ કર્યા

રાજ્યભરમાં મોંઘવારી અને ખેડૂતોને પોષણશમ ભાવો મામલે કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન સાથે જેલભરો આંદોલન નો આધ્યાય આરંભ અમરેલીના વડિયા થી વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ શરૂ કર્યો હતો ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી, વડિયા, ખાંભા માં ચક્કાજામ કોંગ્રેસે કર્યા હતા
અમરેલીના વડિયા માં આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વડિયાના જાહેર માર્ગો પર ચક્કાજામ કરીને રસ્તો બ્લોક કર્યો હતો રોડ રસ્તા પર પલોઠી વાળીને સરકાર સામો સુત્રોચાર કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતા એ કરી હતી પોલીસના ઘાડેધાડા ખડકાયા હતા પોલીસે વિપક્ષના નેતાનો ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી ત્યારે વિપક્ષ નેતાએ સરકાર સામું ખેડૂતોની વ્યથાઓ જણાવતા કહ્યું હતું કે….
સરકાર દ્વારા ખેડૂતોના હિત અંગે એકપણ કાર્ય કર્યું ન હોય ત્યારે અમરેલી માં શહેર કોંગ્રેસે રાજકમલ ચોકમાં ચક્કાજામ કર્યું તો ખાંભામાં ધારી ના ધારાસભ્ય જે.વી કાકડીયા એ શાકભાજી રોડ રસ્તાઓ પર ફેંકીને ખેડૂતોને પોષણશમ ભાવોની માંગણી દોહરાવતા પોલીસે જે.વી.કાકડીયા ને અટકાયત કરી હતી