Main Menu

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના

વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટી લેવલે ભરાવાની શક્યતા હોય અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકોએ સલામત સ્‍થળે ખસી જવું

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટીએ ભરાવાની શક્યતાઓને ધ્‍યાને લઇ કાર્યપાલક ઇજનેર-ક્ષાર અંકુશ વિભાગ ભાવનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જેમાં વિસલીયા બંધારા જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૪ મીટર એફ.એસ.એલ.), મોભીયાણા પુનઃપ્રભારણ જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૪૭ મીટર એફ.એસ.એલ.), પટવા ગામે સમઢીયાળા બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૮૨ મીટર એફ.એસ.એલ.), કડીયાળી બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૮૦ મીટર એફ.એસ.એલ.), ભેરાઇ ગામે ભેરાઇ બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૪૦ મીટર એફ.એસ.એલ.) ભરાવાની શક્યતા છે.

આથી જળાશય વિસ્‍તારના ઉપરવાસમાં ખેતી અને અન્‍ય કોઇ પ્રવૃત્તિ ન કરવા, ઢોરઢાંખરને દૂર રાખવા ઉપરાંત રાજુલા-જાફરાબાદ તાલુકાના વિસલીયા, કથીરવદર, દાનશી, મોભીયાણા/જીજકા, સમઢીયાળા, પટવા, પઢીયારકા, ડોળીયા, કડીયાળી, ભેરાઇ, કડીયાળી, તથા પીપાવાવ ગામના નીચાણવાળા વિસ્‍તારમાં રહેતા તેમજ સમઢીયાળા બંધારા યોજનાના ઉપરવાસના ગામના લોકોને ભારે પૂર વખતે સલામત સ્‍થળે ખસી જવા જણાવવામાં આવે છે.

વિસલીયા બંધારા અંતર્ગત ૧૮૫ હેક્ટર, મોભીયાણા પુનઃપ્રભારણ જળાશય યોજના અંતર્ગત ૫.૦૦ હેક્ટર, સમઢીયાળા બંધારા યોજના અંતર્ગત ૨૫૮ હેક્ટર, કડીયાળી બંધારા યોજના અંતર્ગત ૩.૮૨ હેક્ટર, ભેરાઇ બંધારા અંતર્ગત ૨૪.૦૭ હેક્ટર, ઉપરવાસના ઓળખ પ્રસ્‍થાપિત વિસ્‍તારમાં પ્રવેશ કરવા મનાઇ ફરમાવેલ છે.