Main Menu

સમસ્ત સૌરાષ્ટ્ર તળપદા કોળી ડાભી પરીવાર દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

સમસ્ત સૌરાષ્ટ્ર તળપદા કોળી ડાભી પરીવાર દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.ડાભી પરિવારના વિદ્યાર્થીઓને છેલ્લા સાત વર્ષથી ઇનામ આપી સન્માનીત કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સન્માન આપી પ્રોત્સાહન કરવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓમાં હરિફાઇ થાય અને શિક્ષણનું સ્તર ઉચું આવે તે માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે ડાભી પરીવારનાં પ્રમુખ શ્રી -ત્રિકમભાઈ,છગનભાઈ ભાણાભાઈ,કનુભાઈ,શાંતિભાઈ,મંત્રી શ્રી -મુકેશભાઈ કાળુભાઈ ડાભી દ્વારા આયોજન કરવામાં આવે છે.કાર્યક્રમની શરૂઆત -દીપ પ્રાગટ્ય ,પ્રાર્થના,સમાન સમારોહ,ઇનામ વિતરણ,પ્રાસંગિક પ્રવચન ,તેમજ ભોજન સમારોહની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધોરણ 8-12નાં પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબરનાં વિદ્યાર્થીઓને ઇનામ તેમજ એક-એક મોબાઈલ આપવામાં આવ્યો હતો.ડાભી પરિવારના -ડોકટરો,પ્રેસ પ્રતિનિધિઓ પી.ડી.ડાભી,હેમંત ડાભી,તેમજ શિક્ષક,ફેશન ડિજાઈનર ,  એડવોકેટ , નું સનમાન કરવામાં આવ્યું હતું  ડાભી પરિવાના આ સાતમાં સ્નેહ મિલન અને ઈનામ  વિત્રણ કાર્યક્રમમાં મહંત શ્રી જસુભારથી સોમભારતી , કાળુભાઈ રૂપાભાઇ દભ્હી , ડાયાભાઇ ઘાંઘળી , રાજુભાઈ કાનજીભાઈ બોટાદ , હેમંતભાઈ ડાભી પ્રેસ પ્રતિનિધિ વલભીપુર , પી.ડી ડાભી તાલાજા ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સાથે સમાજના વિકાસ અને વ્યસન મુક્તિ માટે કાળુભાઈ રૂપાભાઈ ડાભી દ્વારા ટકોર કરવામા આવી હતી