Main Menu

વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ *હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને* મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ. ૨૯ રહેવાસી ગામ ત્રાપજ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. અને વડોદરા શહેર પોલીસને સોપવા તજવીજ કરેલ છે.