Main Menu

ખનીજ ચોરી કરતાં ટ્રેકટરો સાથે-પ ઇસમો સરપંચ સહિતને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક ભૂ-માફીયાઓ આવી કુદરતી સંપિત પર ગે.કા. કબ્જો જમાવી બેસેલ હોય અને અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ વ્યાપક  હોય અને આવા ખનીજ ચોરી કરતાં ઇસમો રોયલ્ટીની ચોરી કરી સરકારી આવકને નુકશાન પહોંચાડી તેમજ તેમજ પર્યાવરણને પણ નુકશાન કરી સમગ્ર જીવસૃષ્ટિને ખતરામાં મુકેલ હોય, આવી કુદરતી સંપતિની ચોરીઓ  અમરેલી જીલ્લામાં સદંતર બંધ કરાવવા ઝૂંબેશના સ્વરૂપે કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ખાંભા પો.સ્ટે. વિસ્તારમાંથી નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે.આ રેતી ચોરીમાં ગામનાં સરપંચ એક ટ્રેકટર દીઠ રૂ.ર૦૦/-મેળવી તે પણ સામેલ હોય ટ્રેકટર ડ્રાઇવરો, માલીકો સાથે સરપંચની પણ ઘરપકડ કરેલ છે.

(૧) ખાંભા તાલુકાના ગોરાણા ગામની રાયડી નદીનાં પટૃમાંથી રેતી ચોરી કરતાં ટ્રેકટર-ર ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ.રૂ.૬,૭૮,૦૦૦/- (છ લાખ અઠીયોતેર હજાર) ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર (૧) લાલાભાઇ માણસુરભાઇ લાખણોત્રા,રહે.હિંડોરણા (૨) ખીમાભાઇ બચુભાઇ ગોહિલ રહે.ગોરાણા તથા ટ્રેકટરના માલીક (૩) ભગવાનભાઇ બીજલભાઇ પટાટ,રહે.હિંડોરણા,તા.રાજુલા  (૪) જીવાભાઇ સામતભાઇ પટાટ, રહે.હિંડોરણા,તા.રાજુલા તથા ગોરાણા ગામનાં સરપંચ (૫)મુળુભાઇ જેઠાભાઇ વાઘ,રહે.ગોરાણા, તા.ખાંભાવાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હો દાખલ કરાવી તમામની ઘરપકડ કરેલ છે અને આગળની વધુ તપાસ ખાંભા પોલીસને સોપવામાં આવેલ છે.

આમ, અમરેલી જિલ્લામાં ખાંભા વિસ્તારમાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો-ર સહિત કુલ રૂ. ૬,૭૮,૦૦૦/- (છ લાખ અઠીયોતેર હજાર પુરા) નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.આ કામગીરી ઝૂંબેશ નાં સ્વરૂપે સતત ચાલુ રહેવાની હોય તેમજ એક કરતાં વધુ વખત રેતી ચોરી કરતાં ઇસમો વિરૂધ્ધ આકરા કાયદેસરનાં પગલાં લેવાની ગતિવિધી ચાલુ કરેલ છે.

ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,ભાસ્કરભાઇ નાંદવા,સુભાષભાઇ ધોધારી,ગંભીરસિંહ ચાવડા,સંજયભાઇ પરમાર, રાહુલભાઇ ચાવડા,દેવરાજભાઇ કળોતરા,દશરથસિંહ સરવૈયા,પિષુયભાઇ ઠાકર,ગોકુળભાઇ કળોતરા,જયસુખભાઇ આસલીયા, હરેશભાઇ વાણીયા તથા ડ્રાઇવર જેસીંગભાઇ કોચરાનાઓએ કરેલ છે.