Main Menu

બાબરા શહેરમાંથી અલગ- અલગ બે જગ્યાએથી કુલ રૂ.૪,૦૬,૦૦૦/- નું અન-અધિકૃત બાયો-ડીઝલ પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ કાલ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા માં જી.આઇ.ડી.સી.-૧ વિસ્‍તારમાં શિવધારા કપાસીયા ખોળ ઇન્‍ડસ્‍ટ્રીઝ સામે આવેલ ગોડાઉનમાં રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ, રહે.દેરડી કુંભાજી, તા.ગોંડલ વાળો ગે.કા. અનઅધિકૃત રીતે બાયો-
ડીઝલનો સ્‍ટોક કરી કોઇ પણ જાતના લાઇસન્‍સ કે પાસ-પરમીટ વગર બાયો-ડીઝલનું વેચાણ કરે છે અને વાહનોમાં બાયો-ડીઝલ પુરી આપે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ, ઉં.વ.૪૫, રહે.દેરડી કુંભાજી, તા.ગોંડલ વાળાના ગોડાઉન પરથી બીલ કે આધાર પુરાવા વગરનું બાયો-ડીઝલ લીટર ૭૦૦૦, કિં.રૂ.૩,૫૦,૦૦૦/- તથા બાયો-ડીઝલ ભરવા માટેનો મોટો લોખંડનો
ટાંકો કિં.રૂ.૮૦,૦૦૦/- તથા બાયો-ડીઝલ પુરવા માટેનો ફીલીંગ પંપ, કિં.રૂ.૪૦,૦૦૦/- તથા તથા સપ્‍લાય ટેંક, કિં.રૂ. ૪,૦૦૦/- તથા ઇલેક્ટ્રીક મોટર, પાઇપ-લાઇન સહિત કિં.રૂ.૬૦૦૦/- વિ. મળી કુલ કિં.રૂ.૪,૮૦,૧૫૦/- નો મુદ્દામાલ મળી આવતાં અને આ બાયો-ડીઝલનું વેચાણ કરવા માટે રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ પાસે કોઇ
લાઇસન્‍સ કે પરમીટ ન હોય જેથી ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરી અને હાજર મળેલ ઇસમ રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આવી જ રીતે મળેલ બાતમી હકીકત મળેલ આધારે બાબરા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રાજહંસ કોમ્‍પ્‍લેક્સમાં આવેલ ભરતભાઇ ધીરજલાલ મસરાણી, રહે.બાબરા વાળાની દુકાને રેઇડ કરતાં બીલ કે આધાર પુરાવા વગરનું બાયો-ડીઝલ લીટર ૧૧૨૦, કિં.રૂ. ૫૬,૦૦૦/- તથા બાયો-ડીઝલ ભરવા માટેના મોટા
પ્‍લાસ્‍ટીકના ટાંકા ૫૦૦૦ લીટરની કેપેસીટી વાળા નંગ-૨, કિં.રૂ.૪૦,૦૦૦/- તથા લોખંડના બેરલ નંગ-૬, કિં.રૂ.૩૦૦૦/- તથા ઇલેક્ટ્રીક મોટર, પાઇપ-લાઇન સહિત કિં.રૂ.ર૦૦૦/- વિ. મળી કુલ કિં.રૂ.૧,૦૧,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં અને આ બાયો-ડીઝલનું વેચાણ કરવા માટે ભરતભાઇ ધીરજલાલ મસરાણી પાસે કોઇ લાઇસન્‍સ કે પરમીટ ન હોય જેથી ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરી અને હાજર મળેલ ઇસમ ભરતભાઇ
ધીરજલાલ મસરાણી વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી, પો.સ.ઇ.શ્રી.એ.વી.સરવૈયા તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ
ગોસ્‍વામી, કે.સી.રેવર, મયુરભાઇ ગોહિલ, હિંગરાજસિંહ ગોહિલ, કિશનભાઇ હાડગરડા, સંજયભાઇ મકવાણા,
ભગવાનભાઇ ભીલ, અજયસિંહ ગોહિલ, જીતેન્‍દ્રભાઇ બગડા, તુષારભાઇ પાંચાણી, મહેન્‍દ્રભાઇ ભુવા, મહેશભાઇ
હિમાશીયા, રાઘવેન્‍દ્રભાઇ ધાધલ, અર્જુનભાઇ રોજીયા, અશોકભાઇ કલસરીયા, દીપકભાઇ વાળા, સંજયભાઇ મારૂ
વિ.એ કરેલ છે.