Main Menu

પીપાવાવ-મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી રેતી ચોરી પકડી પાડતી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો
ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી
સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક ભૂ-માફીયાઓ આવી કુદરતી સંપિત પર ગે.કા. કબ્જો જમાવી બેસેલ હોય
અને અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ વ્યાપક હોય અને આવા ખનીજ ચોરી કરતાં ઇસમો રોયલ્ટીની ચોરી કરી સરકારી
આવકને નુકશાન પહોંચાડી તેમજ તેમજ પર્યાવરણને પણ નુકશાન કરી સમગ્ર જીવસૃષ્ટિને ખતરામાં મુકેલ હોય, આવી કુદરતી
સંપતિની ચોરીઓ અમરેલી જીલ્લામાં સદંતર બંધ કરાવવા ઝૂંબેશના સ્વરૂપે કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી
બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ
તથા ટીમ એસ.ઓ.જી.એ પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે.
(૧) રાજુલા તાલુકાના રામપરા-ર ગામની સીમમાં આવેલ ઘાતરવડી નદીનાં પટૃમાંથી રેતી આશરે-૪ ટન કિં.રૂ.૨૦૦૦/- તથા ટ્રેકટર
ટ્રોલી સહિત-૩ કિ.રૂ.૧૧,૫૦,૦૦૦/- રેતી સહિત કિ.રૂ.૧૧,૫૨,૦૦૦/-(અગીયાર લાખ બાવન હજાર) નાં મુદામાલ સાથે ચોરી
કરતાં ટ્રેકટર ટ્રોલી સહિત-૩ ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર (૧)સુખાભાઇ ટીડાભાઇ પટાટ,ઉ.વ.૨૫,ઘંઘો-
ખેતી,રહે.હીંડોરણા,ગામ,તા.રાજુલા (૨) બુધાભાઇ આતાભાઇ વાઘ,ઉ.વ.૨૯,ઘંઘો-ખેતી,રહે.રામપરા-
ર,તા.રાજુલાવાળાઓને તા.૧૪/૦૬/૨૦૧૮નાં કઃ૧૭.૩૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે તેમજ હાજર નહીં મળી
આવેલ આરોપીઓ (૩)ચીથરભાઇ વાઘ,રહે. રામપરા-ર તથા તેના ટ્રેકટરનો ચાલકવાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હો
પીપાવાવ-મરીન પો.સ્ટે. દાખલ કરાવેલ છે અને આગળની વધુ તપાસ પીપાવાવ-મરીન પોલીસને સોપવામાં આવેલ છે. આમ, અમરેલી જિલ્લામાં પીપાવાવ-મરીન પો.સ્ટે. વિસ્તારમાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો-૩
સહિત કુલ રૂ.૧૧,૫૨,૦૦૦/- (અગીયાર લાખ બાવન હજાર પુરા) નો મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ તેમજ એક ટ્રેકટરનો ચાલક ટ્રેકટર મુકી નાસી જઇ ગુન્હો કરેલ હોય અને ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ છે.આ કામગીરી ઝૂંબેશ નાં સ્વરૂપે સતત ચાલુ રહેવાની હોય તેમજ એક કરતાં વધુ વખત રેતી ચોરી કરતાં ઇસમો વિરૂધ્ધ આકરા કાયદેસરનાં પગલાં લેવાની ગતિવિધી ચાલુ કરેલ છે.ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,ભાસ્કરભાઇ નાંદવા,સુભાષભાઇ ધોધારી,ગંભીરસિંહ ચાવડા,સંજયભાઇ પરમાર, રાહુલભાઇ ચાવડા,દેવરાજભાઇ કળોતરા,દશરથસિંહ સરવૈયા,પિષુયભાઇ ઠાકર,ગોકુળભાઇ કળોતરા,જયસુખભાઇ આસલીયા, હરેશભાઇ વાણીયા તથા ડ્રાઇવર જેસીંગભાઇ કોચરાનાઓએ કરેલ છે.