Main Menu

અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર એ આપ્યું રાજીનામુ…અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌથી સફળ પ્રમુખના રાજીનામા થી સ્થાનિક રાજકારણ ગરમાયુ..યુવા કાર્યકરો ને મોકો આપવા આપ્યું રાજીનામુ : પંકજ કાનાબાર..કોંગ્રેસની જુથબંધી અને જ્ઞાતિવાદ થી ત્રસ્ત થઈ રાજીનામુ આપ્યાની ચર્ચા..આજે યોજાયેલી 3 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં કોંગ્રેસની થઈ છે નામોશી..

આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના અમરેલી જીલ્લામાં કોંગ્રેસનું નાલેશી ભર્યું પ્રદર્શન નગરપાલિકામાં જોવા મળ્યું અને અમરેલી પાલિકામાં કોંગ્રેસે બગાવત કરી પ્રમુખ પદ મેળવ્યું તો સાવરકુંડલા, અને બગસરા સહિતની ત્રણેય નગરપાલિકાઓ પર ભાજપ નો જલ્હાલતો વિજય થતા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ કાનાબારે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાઈ ગયું  આજે અમરેલી જીલ્લાની ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસના કબ્જા માં હોવા છતાં ભાજપનો ભગવો લહેરાતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું હતું ત્રણ ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે અમરેલી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલા  પ્રતાપ દુધાત અને બગસરા ના ધારાસભ્ય જે.વી.કાકડિયા ની પાલિકાઓ ભાજપે કબજે કરીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખને ફરજીયાત રાજીનામું આપવા મજબુર કરી દીધા હતા અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર ની જવાબદારી ફિક્સ થતી હોય ત્યારે જવાબદારી માંથી છટકવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનાબારે હાઇકમાન્ડ ની ૫૦ ઉમરની થીયરી આગળ ધરીને રાજીનામું ધરી દીધું હતું