Main Menu

અમરેલી જીલ્લામાં કાયદાનાં શાસન હોવાનો અનુભવ કરાવતું અમરેલી જિલ્લા પોલીસ તંત્ર

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા L.C.B./S.O.G.એ ટીમ વર્કથી
કામગીરી કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે અમરેલી જિલ્લામાં દારૂ-જુગારનાં ઘંઘાર્થીઓ,ખનીજ ચોરી
કરતાં ખનન માફીયાઓ જેવા ગુન્હાઓ કરતાં અસામાજીક તત્વો, ગુન્હેગારો,મળતિયાઓ વિરૂધ્ધ પોલીસ દ્રારા સખ્ત
કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લાં ઘણાં સમયથી લગભગ નિષ્ક્રિય જણાતી અમરેલી જીલ્લાની પોલીસમાં
જોમ,જુસ્સો ભરી અસામાજીક તત્વો વિરૂધ્ધ ઝૂંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ઘરી ગુન્હેગારોમાં કાયદાનું ભાન
કરાવેલ છે. અમરેલી જીલ્લાનાં આમ નાગરીકોનાં મનમાંથી અસમાજીક તત્વો,ગુન્હેગારોનો ભય દુર કરી શાંતિનો અહેસાસ કરાવી
ખરેખર જીલ્લામાં કાયદાનું શાસન હોવાનું અનુભવ કરાવેલ છે. અને છેલ્લા ૧૦ દિવસ જેટલા સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તંત્ર
ધ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
પ્રોહીબીશનના નવા કાયદાની કડક અમલવારીઃ-
અમરેલી જીલ્લામાં દારૂની બદ્દીને અંકુશમાં રાખવા અને નેસ્ત-નાબુદ કરવાના મક્કમ ઇરાદા સાથે અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનો તથા
બ્રાન્ચો મારફતે પ્રોહીબીશન-જુગારની રેઇડો કરવામાં આવેલ જેમાં પ્રોહીબશીનનાં કુલ-૯૭ રેઇડો કરી કેસો કરવામાં આવેલ અને કુલ-૯૬
જેટલાં આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમજ ૧૪ જેટલાં વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા સમાજમાં જુગાર રમતાં
જુગારીઓ આર્થિક રીતે પાયમાલ થતાં હોય અને તેના કારણે તેનો પરીવાર ખુબજ આર્થિક સંકડામણ અનુભવતો હોય જેથી અમરેલી
જિલ્લામાં જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર અંકુશ આવે તે આશયથી અમરેલી જિલ્લામાં પોલીસ સ્ટેશનો તથા બ્રાન્ચો મારફતે
જુગારની કુલ-૨૮ સફળ રેઇડો કરી કુલ-૧૫૪ જેટલાં આરોપીઓ પકડી પાડેલ જેમાં રોકડ રૂા.૩,૩૭,૮૧૫/- અને મુદામાલમાં મોબાઇલ
નંગ-૧૦૯ જુગારની રેઇડ દરમ્યાન કબ્જે કરવામાં આવેલ છે.
ગેરકાયદેસર ખનન પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર સખ્ત કાર્યવાહીઃ-
અમરેલી જિલ્લામાં મુખ્યત્વે શેત્રુંજી , શેલ, ધાતરવડી, ગાગડીયો, સાતાલી,રાયડી વિગેરે નદીઓમાં ગેરકાયદેસર રીતે રેતી
ખનન ચાલતું હોય અને ઇકોઝોન વિસ્તારમાં રેતી ખનન ઉપર પ્રતિબંધ લાગેલ હોય તેમ છતાં અમરેલી
જિલ્લાની વિવિધ નદીઓમાં રેતી ખનન બે રોકટોક ચાલુ હતુ. જે ખનન પ્રવૃતિ સદંતર બંધ કરવાના ઉદેશ્યથી
ખનન માફીયાઓ ઉપર રેતીચોરી કરતાં ઇસમો વિરૂધ્ઘ ફોજદારીધારા હેઠળ કુલ-૧૬ જેટલા કેસો કરવામાં આવેલ અને જેમાં
એક સરપંચ સહિત કુલ-૩૦ આરોપીઓને પકડી પાડવામાં આવેલાં અને રેતીચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ કુલ-૨૨ જેટલા વાહનો તથા
રેતી સહિત કુલ કિ.રૂા. ૯૪,૪૩,૫૬૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.
આમ,અમરેલી જીલ્લામાં છેલ્લાં-૧૦ દિવસમાં દારૂ,જુગાર અને રેતી ખનનના તથા મિલ્કત સબંધી ગુન્હાઓ કરતાં
કુલ-ર૭૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓને અટક કરી જેલ હવાલે કરેલ છે.