Main Menu

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક

ભાજપા મીડીયા સેલની યાદી જણાવે છે કે, આજે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્‌’’ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય
સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ હતી.