Main Menu

જર્મનીના લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા

વર્તમાન ચેમ્પિયન જર્મની હારી જતા નિરાશાનુ મોજ

છેલ્લા પાંચ વર્લ્ડ કપ પૈકી આ ચોથી વખત છે જ્યારે કોઇ વર્તમાન ચેમ્પિયન  પ્રથમ રાઉન્ડમાં જ બહાર થયુ : રિપોર્ટ

વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જા કે ગઇકાલે બુધવારના દિવસે વર્તમાન ચેÂમ્પયન જર્મની માટે સૌથી નિરાશાજનક દિવસ રહ્યો હતો. કારણ કે ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ચાર વખતની ચેમ્પિયન ટીમ કજાન ખાતે રમાયેલી મેચમાં આશ્ચર્યજનક રીતે કિમ યંગ અને સોન મીન દ્વારા ઇન્જરી ટાઇમમાં કરવામાં આવેલા બે ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હારી ગઇ હતી. આની સાથે જ વર્લ્ડ કપમાં હજુ સુધીનો સૌથી મોટ અપસેટ સર્જાઇ ગયો હતો. જર્મન ચાહકો મેદાનમાં જ રડી પડ્યા હતા. જર્મનીમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. આ વખતે જર્મન ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા ન હતા. તેના ત્રણ મેચોમાં ત્રણ પોઇન્ટ રહ્યા હતા. તેની પ્રથમ મેચમાં મેÂક્સકો સામે હાર થઇ હતી. ત્યારબાદ સ્વીડન સામે તેની જીત થઇ હતી. જા કે ગઇકાલે તેના કરતા ખુબ નબળી ગણાતી ટીમ દક્ષિણ કોરિયા સામે તેની હાર થઇ ગઇ હતી. છેલ્લા પાંચ વર્લ્ડ કપમાં ચોથી વખત આવુ બન્યુ છે જ્યારે વર્તમાન ચેÂમ્પયન ટીમ બહાર થઇ છે. તે પહેલા ફ્રાન્સ, ઇટાલી, અને સ્પેનની ટીમ બહાર થઇ ગઇ હતી. કોરિયન ટીમનો દેખાવ જારદાર રહ્યો હતો. વર્ષ ૨૦૧૦ની સેમીફાઇનલમાં સ્પેનની સામે હાર થયા બાદ આ પ્રથમ વખત ઘટના બની હતી જ્યારે જર્મનીએ થોમસ મુલરને શરૂઆતી ઇલેવનમાં તક આપી ન હતી. તે પહેલવા મંગળવારના દિવસે રમાયેલી મેચો પૈકી પ્રથમ મેચમાં આર્જેÂન્ટનાની ટીમ નાઇજિરિયાને હરાવીને અંતિમ ૧૬માં પ્રવેશી ગઇ હતી. આર્જેÂન્ટના પર વર્લ્ડ કપમાંથી ફેંકાઇ જવાનુ સંકટ તોળાઇ રહ્યુ હતુ. તેના તરફથી સ્ટાર ખેલાડી લયોનેલ મેસ્સી અને માર્કોસ રોજાએ ગોલ કર્યા હતા. મેસ્સીએ ૧૪મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. જા કે નાઇજિરિયા તરફથી ગોલ કરીને બરોબરી કરી લેવામાં આવી હતી. છેલ્લી ઘડીએ રોજાએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીતની સાથે આર્જેÂન્ટનાના ત્રણ મેચોમાં ચાર પોઇન્ટ થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર રહી છે. ક્રોએશિયા સામે તેની હાર થઇ હતી. ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચેની મેચ કોઇ ગોલ વગર ડ્રો રહી હતી. જા કે બંને ટીમો નોકઆઉટ દોરમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સની ટીમ ત્રણ મેચોમાં બે જીત સાથે સાત પોઇન્ટ ધરાવે છે. તે પ્રથમ સ્થાને રહી છે.ડેનમારપ્ક ત્રણ મેચોમાં બે ડ્રો સાથે પાંચ પોઇન્ટ ધરાવે છે. ફ્રાન્સની ટીમ હવે ૩૦મી જુનના દિવસે ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેનાર ટીમ સામે થશે. જ્યારે ડેનમાર્ક આગામી દિવસે પહેલી જુલાઇના દિવસે ગ્રુપ ડીમાં ટોપ પર રહેનાર ટીમ સામે ટકરાશે. ક્રોએશિયા પણ અંતિમ ૧૬માં પ્રવેશી ગયુ છે. ક્રોએશિયાની ટીમ ગ્રુપ દોરમાં કોઇ મેચ હારી નથી. તે પહેલા સોમવારના દિવસે તમામ મેચો રોમાંચક રહી હતી. પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે ઉરુગ્વેએ જારદાર રમત રમીને યજમાન રશિયાને ૩-૦થી હાર આપી હતી. રશિયાની શરૂઆતની બંને મેચોમાં જીત થઇ હતી. જા કે આ મેચમાં ઉરુગ્વેની સામે તેની તમામ નબળાઇ સપાટી પર આવી ગઇ હતી. ઉરુગ્વે તરફથી સુઝારેજ સહિતના તમામ ખેલાડી ફોર્મમાં દેખાયા હતા. સ્પેન અને મોરક્કો વચ્ચેની મેચ ૨-૨થી બરોબર રહી હતી. સ્પેન તરફથી ઇસ્કો અને લાગો અસ્પાસે ગોલ કરીને પોતાની ટીમની પ્રતિષ્ઠા બચાવી હતી. મોરક્કોની જારદાર રમત રહી હતી. પોર્ટુગલ અને ઇરાન વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહ્યા બાદ ગોલ અંતરના આધાર પર સ્પેન ગ્રુપ બીમાં હવે ટોપ પર છે. રાઉન્ડ ૧૬માં હવે સ્પેન રવિવારના દિવસે મોસ્કોમાં યજમાન રશિયા સામે ટકરાશે. બીજી બાજુ પોર્ટુગલની ટીમ ગ્રુપ એમાં ટોપ પર રહેલી ઉરુગ્વેની ટીમ સામે શનિવારના દિવસે સોચીમાં ટકરાશે. સાઉદી અરેબિયાએ ઇજિપ્ત પર ૨-૧થી જીત મેળવી હતી. તે પહેલા રવિવારના દિવસે રમાયેલી મેચોમાં એકબાજુ શÂક્તશાળી ઇંગ્લેન્ડની ટીમે પનામા પર ૬-૧થી જીત મેળવી હતી. જે તેની તાજેતરના સમયની સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને તમામ હરિફ ટીમોને ચેતવણી આપી હતી.
આભાર – નિહારીકા રવિયા