Main Menu

સેનાના મનોબળને તોડવાની કોંગ્રેસની નીતિ રહી છે : રવિશંકર

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને લઇ કોંગ્રેસ પર ભાજપના તીવ્ર પ્રહારો

કોંગ્રેસ પાર્ટી હથિયારોની ખરીદી ક્યારે પણ કમિશન વગર કરતી જ ન હતી મોદી સરકારમાં વચેટિયા અને દલાલો માટે દરવાજા હવે બંધ થઇ ચુક્યા છે

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો ઉપર જારી રાજકીય ઘમસાણની સાથે જ કોંગ્રેસ અને ભાજપમાં શાÂબ્દક યુદ્ધ છેડાઈ ગયું છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ભાજપે પત્રકાર પરિષદ યોજીને એકબીજા ઉપર પ્રહારો કર્યા હતા. ભાજપે વળતા આક્ષેપ કરતા કહ્યું છે કે, સેનાના નૈતિક જુસ્સાને તોડી પાડવાની કોંગ્રેસની વર્ષો જુની નીતિ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔરંગઝેબ કહેવા ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ ઉપર રાજનીતિમાં નવી નીચલી સપાટી સ્પર્શ કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે કોંગ્રેસને કેટલાક વેધક પ્રશ્નો પણ કર્યા હતા. રવિશંકરે કહ્યું હતું કે, સેનાના નૈતિક જુસ્સાને રહી છે. પ્રજાએ કોંગ્રેસને પછડાટ આપી દીધા બાદ પાર્ટીના લોકો હતાશ દેખાઈ રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇકને રાહુલ ગાંધીએ ખૂનની દલાલી કહ્યું હતું. મોદીને એક સમયે સોનિયા ગાંધીએ મોતના સોદાગર તરીકે ગણાવીને વિવાદ છેડ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર કોંગ્રેસ તરફથી વાંધાજનક વાત કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ તરફથી સેનાની પ્રશંસા કરવામાં આવી રહી છે અને ઔપચારિકતા દર્શાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓની ચૂંટણીથી પાકિસ્તાનને ખુશી થઇ રહી છે. કોંગ્રેસને કેટલાક પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનો તરફથી પ્રમાણપત્ર મળશે જે રીતે ગુલામ નબી આઝાદને તોઇબા તરફથી મળ્યું છે. તેમની ટિપ્પણીથી આતંકવાદીઓ ખુશ થઇ રહ્યા છે. કોંગ્રેસ આતંકવાદીઓના જુસ્સાને વધારી રહી છે. આ ગાળા દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સૈનિકોના હિતમાં મોદી સરકારે અનેક કામ કર્યા છે જેમાં વન રેંક વન પેન્શન આપવાનું કામ પણ સામેલ છે. રાહુલ ગાંધી પુરતા પ્રમાણમાં હોમવર્ક કરતા નથી અને તેમની સાથે રહેનાર લોકો તો બિલકુલ હોમવર્ક કર્યા વગર આવે છે. કોંગ્રેસ પર હથિયારોની ખરીદીમાં કમિશનનો આક્ષેપ કરતા રવિશંકરે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે કોઇ હથિયારોની ખરીદી કરવામાં આવે છે ત્યારે કમિશન વગર કામ ચાલતું નથી. કોંગ્રેસ પાર્ટી કમિશન વગર હથિયારો ખરીદતું નથી. મોદીની સરકારમાં કમિશનની પ્રક્રિયા બંધ થઇ ચુકી છે. વચેટિયાઓ અને દલાલો માટે દરવાજા બંધ થઇ ચુક્યા છે. મોદી સરકારનો એક જ મંત્ર છે અને એ મંત્ર ભ્રષ્ટાચાર વગર શાસનનું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ ચાર દિવસથી મૌન થયેલા છે. સૈફુદ્દીન સોઝ નિવેદન કરતા જઇ રહ્યા છે. કાશ્મીરના સંદર્ભમાં જુદી જુદી ટિપ્પણી કરવામાં આવી છે. ભારતીય જવાનો મજબૂતી સાથે લડી રહ્યા છે કે કેમ તેને લઇને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગયા વખતે તેઓએ વિગતવાર માહિતી આતંકવાદીઓના ખાત્મા અંગે આપી હતી.
કોંગ્રેસ પાર્ટી મત મેળવવા માટે નીચા સ્તરે પહોંચી રહી છે. કોંગ્રેસ પાર્ટી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પણ શંકામાં છે. આ વિડિયો એ વખતના લેફ્ટી જનરલ દ્વારા યોગ્ય જણાવવામાં આવ્યા બાદ વધુ પ્રશ્નો થઇ રહ્યા છે. ભાજપે કોંગ્રેસ પાર્ટીને જે પ્રશ્નો પુછ્યા છે તેમાં આ વેધક પ્રશ્નો રહેલા છે. કોંગ્રેસ પાર્ટી સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને યોગ્ય ગણે છે કે કેમ, કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇકને યોગ્ય ગણે છે કે કેમ, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને અમારા જવાનો ત્રાસવાદીઓના કેમ્પને ફૂંકી મારે છે અને તેમને કોઇ ઇજા થતી નથી તેવી Âસ્થતિમાં કોંગ્રેસ પાર્ટી શું કહે છે, ભારતીય સેનાના સાહસી જવાન ઔરંગઝેબના ઘરે જ્યારે આર્મી ચીફ અને નિર્મલા સીતારામન પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસે તેને ડ્રામા તરીકે ગણાવીને જટિલ Âસ્થતિ સર્જી હતી. કાશ્મીરમાં સેનાનો એક સાહસી જવાન ઔરંગઝેબ ઇદની રજા ઉપર જઇ રહ્યો હતો ત્યારે ત્રાસવાદીઓએ તેનું અપહરણ કરીને હત્યા કરી દીધી હતી. શહીદ થવાના મામલે તેના પિતાનું કહેવું છે કે, તેમના બીજા પુત્ર પણ બલિદાન માટે તૈયાર છે. આ સાહસી પિતાને સન્માન આપવાની બાબત નાટક છે કે કેમ તે અંગે કોંગ્રેસ જવાબ આપે તેવા પડકારો રવિશંકર પ્રસાદે ફેંક્યા હતા.